B 2 bomber jet

B 2 bomber jet

ચીનની હરકતોથી ઘણા દેશો ખુબજ રોષે ભરાયેલા છે. આવા સંજોગોમાં અમેરિકા પણ તેને જબડાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તી ચીનને ખુબ ભારે પડવાની છે. લદાખમાં ચીને જે નાપાક હરકત કરી છે, હવે તેવી કોઈ પણ હરકત પર ચીનને જબડાતોડ જવાબ મળશે.  

અમેરિકાએ હિન્દ મહાસાગરમાં સૌથી ઘાતક વિમાન બી-2 (B 2 bomber jet) તૈનાત કર્યા છે. અમેરિકાની આ તૈયારી જોઈને સમજી શકાય છે કે ભારત-અમેરિકા હવે મળીને ચીનને પાઠ ભણાવશે. આકાશમાં ઉડતા અમેરિકાના આ વિમાનની સૌથી મોટી ખુબી એ છે કે તેને દુશ્મનનું કોઈ પણ રડાર પકડી શકતું નથી. જેથી આ વિમાન (B 2 bomber jet) જ્યાં પણ જશે ત્યાં તબાહી મચાવીને આવશે. 

આ પણ જુઓ : Corona Vaccine : ભારતની કોરોના વેક્સિન ને લઇ આવ્યા આ મોટા સમાચાર

ગુરુવારે અમેરિકાના બે શક્તિશાળી સેનેટરોના સમૂહે સેનેટમાં એક પ્રસ્તાવ રજુ કરીને ભારત પ્રત્યે ચીનની આક્રમકતાની ટીકા કરી. સેનેટમાં બહુમતની પાર્ટી રિપબ્લિકનના વ્હિપ સેનેટર જ્હોન કોર્નિન કહ્યું કે ‘સેનેટ ઈન્ડિયા કોક્સના સહ સંસ્થાપક તરીકે મને અમેરિકા અને ભારત વચ્ચે મજબુત સંબંધોનું મહત્વ સ્પષ્ટ રીતે ખબર છે.’ 

આ પણ જુઓ : Independence day પર અપાતા વીરતા પુરસ્કારોની જાહેરાત, ગુજરાતના આ 19 પોલીસકર્મીની પસંદગી

સેનેટરે કહ્યું કે ‘હું ચીન વિરુદ્ધ અડીખમ રહેવાના અને હિન્દ-પ્રશાંત ક્ષેત્રને સ્વતંત્ર જાળવી રાખવાની ભારતની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરું છું. હંમેશાની સરખામણીમાં હવે એ વધુ જરૂરી છે કે આપણે આપણા ભારતીય ભાગીદારોને સાથ આપીએ કારણ કે તેઓ ચીની આક્રમકતા વિરુદ્ધ બચાવ કરી રહ્યાં છે.’

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024