Corona Vaccine : ભારતની કોરોના વેક્સિન ને લઇ આવ્યા આ મોટા સમાચાર

પોસ્ટ કેવી લાગી?

Corona Vaccine

કોરોના મહામારી ને લઇ દેશોમાં વેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે. તેવામાંએક સારા સમાચાર આવ્યા છે. જેમાં ભારત બાયોટેક-આઈસીએમઆર તરફથી બનાવવામાં આવી રહેલી કોરોના વેક્સિનના (Corona Vaccine) પહેલા ફેઝની ક્લિનિકલ ટ્રાયલ સફળ રહી છે. એક અહેવાલ મુજબ ટ્રાયલના શરૂઆતી પરિણામો બાદ કહેવાયું છે કે વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની વેક્સિન (Corona Vaccine)ની 6 શહેરોમાં હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે. ભારતના 12 સેન્ટરોમાં 375 વોલેન્ટિયર્સ પર કોરોના વાયરસ રસીનું પરિક્ષણ થઈ રહ્યું છે. આ પરીક્ષણમાં દરેક વોલેન્ટિયરને રસીના બે ડોઝ આપવામાં આવી રહ્યાં છે અને તેમના પર નજર પણ રાખવામાં આવી રહી છે. 

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ) દિલ્હીમાં એમ્સમાં ભારત બાયોટેક વેક્સિનના પરિક્ષમ માટે 16 વોલેન્ટિયર્સ ભરતી થયા હતાં. પ્રિન્સિપલ ઈન્વેસ્ટિગેટર સંજય રાયે કહ્યું કે આ વેક્સિન સુરક્ષિત છે.

આ પણ જુઓ : Surat : કોરોના કેસને પગલે ST બસો આ તારીખ સુધી બંધ રહેશે

પીજીઆઈ રોહતકમાં ચાલી રહેલી ટ્રાયલના ટીમ લિડર સવિતા વર્માએ કહ્યું કે વેક્સિન સુરક્ષિત છે. અમે જેટલા પણ વોલેન્ટિયર્સને આ વેક્સિન આપી છે તેમનામાંથી કોઈને પણ તેની વિપરિત અસર થઈ નથી. વોલેન્ટિયર્સને હવે બીજો ડોઝ આપવાની તૈયારી થઈ રહી છે.

સવિતા વર્માએ કહ્યું છે કે હવે અમને ખબર પડી ગઈ છે કે વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. હવે અમે બીજા તબક્કામાં એ જાણીશું કે વેક્સિન કેટલી પ્રભાવી છે. તેના માટે અમે લોકોના બ્લડ સેમ્પલ કલેક્ટ કરવાના શરૂ કરી દીધા છે. બ્લડ સેમ્પલની તપાસથી વેક્સિનની ઈમ્યુનોઝેનિસિટી (પ્રતિરક્ષા)નું પરિક્ષણ કરવામાં આવશે. 

આ પણ જુઓ : Rajasthan : સમલૈંગિક પત્નીએ પતિના કર્યા એવા હાલ કે બધા અંગો પણ ના મળ્યા..

કોવેક્સિન ભારતની પહેલી વેક્સિન છે અને ભારત બાયોટેક દ્વારા ICMRના સહયોગથી વિક્સિત થઈ છે. ઈચ્છિત પરિણામો મળ્યા બાદ કંપની બીજા તબક્કામાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાનો સંપર્ક કરશે. એક અન્ય ઈન્વેસ્ટિગેટરે નામ ન જણાવવાની શરતે કહ્યું કે જો બધુ ઠીક રહ્યું તો આગામી વર્ષના પહેલા છમાસમાં આ રસી ઉપલબ્ધ થઈ જશે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures