Valsad
સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ (Valsad) ના કપરાડા તાલુકાના પાંચ યુવકો પાર નદીમાં ગાયો ચરાવવા ગયા હતા. તે સમયે નદીમાં પૂર હોવાને કારણે કોઝવે પરથી પસાર થતાં પાંચ યુવકો તણાયા હતા. જેમાંથી 4 યુવકોને જીવની બાજી લગાવી બચાવી લેવામાં આવ્યા હતા. તો એક યુવકની શોધખોળ ચાલુ છે.
ગુરુવારે વલસાડ (Valsad) જિલ્લાના કપરાડા તાલુકાના ચીચપાડા ગામના પાંચ યુવકો પાર નદી પાસે ગાયો ચરાવવા ગયા હતા. ત્યાં પાર નદીના કોઝ વે પરથી પસાર થતાં પાંચેય યુવાનો નદીમાં પૂરને કારણે તણાયા હતા. જો કે, સ્થાનિકોએ આ વાતની જાણ થતાં તેઓએ જીવ સટોસટની બાજી લગાવી યુવાનોને બચાવવાના પ્રયાસ કર્યા હતા. તેમજ લાકડી અને દોરડાંની મદદથી યુવકોને બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા.
- આ પણ વાંચો : MS Dhoni Retirement : ધોનીએ નિવૃત્તિની કરી જાહેરાત
- Car Accident માં માંડવીનાં મામલતદાર અને તેમના પતિનું મોત
સ્થાનિકોની મદદથી નદીમાં તણાયેલાં પાંચ યુવકોમાંથી ચારને બચાવી લેવામાં સફળતા મળી હતી. જો કે, એક યુવાનનો હજુ પણ કોઈ અત્તોપત્તો મળ્યો નથી. અને આ યુવાનને શોધવા માટે તપાસ અભિયાન શરૂ કરાયું છે.
- આ પણ વાંચો: સફળતા મેળવવા માટે ચાણક્ય નીતિની આ વાતોને જરૂર ધ્યાનમાં રાખો
- આ પણ વાંચો: હાથના નખ પર દેખાતા આ નિશાન આપે છે આ પરિસ્થિતિઓના સંકેત
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.