હાથના નખ પર દેખાતા આ નિશાન આપે છે આ પરિસ્થિતિઓના સંકેત
હથેળીમાં આપણા જીવન અંગે ઘણું બધુ હોય છે. આપણા જીવન અંગે હથેળીમાં બનતી રેખાઓ અને ચિહ્ન તથા આંગળીઓનો આકાર અને ઘણું બધું જણાવે છે. ઘણી વખત તો આવનારી પરિસ્થિતિઓના સંકેત પણ મળી જતા હોય છે. આવી જ રીતે નખનો (Fingernails) આકાર અને તેના પરના નિશાન પણ ઘણા સંકેત આપે છે.
હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જો કોઈ જાતકની કનિષ્ઠા આંગળીના નખ (Fingernails) પર સફેદ રંગના નિશાન નજરે આવે તો સમજી લેવું કે તે જલ્દી સફળતા મેળવી શકે છે. પરંતુ જો કોઈની આંગળી પર કાળા રંગનું નિશાન નજરે આવે તો તે અસફળતાનું સંકેત માનવામાં આવે છે.

આ સિવાય કોઈ વ્યક્તિની અનામિકા આંગળીના નખ (Fingernails) પર જો કાળા રંગના નિશાન મળે તો તેને અશુભ માનવામાં આવે છે. પરંતુ જો અંગૂઠા પર સફેદ રંગનું નિશાન દેખાય તો સમજી લેવું કે લાઇફમાં પ્રેમનો પ્રવેશ થવાની તૈયારી છે. આ લગ્ન જીવનમાં પણ પ્રેમ વધવાના સંકેત આપે છે.
આ ઉપરાંત હસ્તરેખાશાસ્ત્ર પ્રમાણે કોઈ પણ આંગળી પર સફેદ રંગના નિશાન જોવા મળે તો ધન લાભ થવાનું માનવામાં આવે છે. આ ધન લાભ કોઈ પણ રીતે હોઈ શકે છે. નોકરી-ધંધો અથવા ઘર-પરિવાર તરફથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ