BJP leader
ભારતીય ક્રિકેટ જગતના જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાનું રિટાયરમેન્ટ જાહેર કરી દીધી છે. ત્યારબાદ ભાજપ (BJP leader)ના રાજ્યસભાના સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ મહેન્દ્ર સિંહ ધોનીને 2024ની લોકસભા ચૂંટણી લડવાની સલાહ આપી છે. શનિવારે સાંજે ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી છે.
આ પણ જુઓ : US Election 2020 ને લઇ જો બિડેનનું ભારત માટે મોટું નિવેદન
M. S. Dhoni is retiring from Cricket but not from anything else. His talent-to be able to fight against odds and his inspiring leadership of a team that he has demonstrated in cricket is needed in public life. He should fight in LS General Elections in 2024.
— Subramanian Swamy (@Swamy39) August 16, 2020
આ પણ જુઓ : UP : 13 વર્ષની સગીરા સાથે ગેંગરેપ બાદ આંખો ફોડી, જીભ કાપીને કરી હત્યા
નિવૃતિની જાહેરાતકરી તેના બીજા જ દિવસે ભાજપના નેતા (BJP leader) સુબ્રમણિયમ સ્વામીએ તેમને રાજનીતિમાં આવવાની ઓફર કરી છે. સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘એમએસ ધોની માત્ર ક્રિકેટમાંથી નિવૃત થઇ રહ્યા છે, બીજા કશામાંથી નહીં. મુશ્કેલીઓ સામે લડવાની તેમની પ્રતિભા અને એક ટીમને નેતૃત્વ પુરુ પાડવાની જે ક્ષમતા તેમણે ક્રિકેટમાં દર્શઆવી છે, તેની સાર્વજનિક જીવનમાં પણ ઘણી જરુર છે. તેમણે 2024માં લોકસભા ચૂંટણી લડવી જોઇએ.’
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.