Pulwama
ભારતીય લશ્કરના જવાનોએ જમ્મુ કશ્મીરના પુલવામા (Pulwama) વિસ્તારમાં આતંકવાદીઓએ પુલ નીચે છૂપાવેલા વિસ્ફોટકો શોધી કાઢતાં એક ખૂબ મોટી દુર્ઘટના ટળી ગઈ છે. લશ્કરી પ્રવક્તાએ કહ્યું હતું કે પુલવામા (Pulwama)ના તુજાન ગામ નજીક એક પુલ નીચે આઇઇડી (ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસીવ ડિવાઇસ) છૂપાવેલા હતા. સિક્યોરિટી દળના જવાનોએ એ શોધી કાઢ્યા હતા અને એને ડિફ્યૂઝ કરી નાખ્યા હતા. સિક્યોરિટી દળો પાસે સ્નીફર ડૉગ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો હોય છે. એની મદદથી આવાં વિસ્ફોટકો શોધી કઢાય છે. ત્યારબાદ એને ડિફ્યૂઝ કરી નાખવામાં આવે છે.
આ પણ જુઓ : Fire : સંસદના એનેક્સી બિલ્ડીંગમાં આગ લાગી
ભારતીય લશ્કરની ખાસ ટુકડી સડકો અને રાજમાર્ગોની સુરક્ષા માટે સતત દિવસ રાત સક્રિય રહે છે. આ ટુકડીઓ રોડ ઓપનિંગ પાર્ટી (ROP) તરીકે ઓળખાય છે. જ્યાં આવા વિસ્ફોટકો હોય ત્યાં સ્નીફર ડૉગ ખાસ પ્રકારે ભસવા માંડે છે. એ પછી કોઇ કામગીરી કરવા અગાઉ ઇલેક્ટ્રોનિક સાધન દ્વારા વાતનું સમર્થન મેળવવામાં આવે છે. ત્યારબાદ બોમ્બ નિષ્ણાતો દ્વારા સંતાડાયેલા વિસ્ફોટકોને શોધી કાઢીને એને નિષ્ક્રીય કરી દેવામાં આવે છે.
આજે સવારે પુલવામાના તુજાન ગામના પુલ નીચે સંતાડાયેલા વિસ્ફોટકોને શોધી કાઢીને ડિફ્યૂઝ કરાયા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.