Rohit Sharma
ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) સાથે જોડાયેલી એક મોટી ખબર સામે આવી છે. રોહિત શર્માને આ વર્ષે ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તેવી શક્યતાઓ છે. નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ માટે બનાવેલી સિલેક્શન કમિટીએ હિટમેન રોહિત શર્માના નામને એવોર્ડ માટે નોમિનેટ કર્યો છે. ખેલ રત્ન ભારતનાં કોઈપણ ખેલાડીને આપવામાં આવતું સર્વોચ્ય ખેલ સન્માન છે.
National Sports Awards Committee recommends cricketer Rohit Sharma, wrestler Vinesh Phogat, table tennis champion Manika Batra & Paralympian Mariappan Thangavelu for the Rajiv Gandhi Khel Ratna Award
— ANI (@ANI) August 18, 2020
ભારતીય ટીમના સીમિત ઓવરોનો વાઈસ કેપ્ટન રોહિત શર્મા છેલ્લા અનેક વર્ષોથી ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. એક ક્રિકેટર તરીકે જ નહીં, પણ એક કેપ્ટન તરીકે પણ રોહિતે પોતાને સાબિત કરી દેખાડ્યો છે. અને આ જ કારણ છે કે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો માટે બનાવેલી કમિટી, કે જેમાં પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ સામેલ છે, તેણે રોહિત શર્માને ખેલ રત્ન આપવા માટેની ભલામણ કરી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.