Gmail : આપ સહુએ ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ કે વોટ્સએપ ડાઉન થયું હોય તેવું સાંભળ્યું હશે. પરંતુ ગુગલનું Gmail ક્યારેય ડાઉન થયું હોય તેવું સાંભળ્યું નથી. પરંતુ 2020માં એ પણ શક્ય બની ગયું છે. અત્યારે દુનિયાભરના દેશોમાં ગુગલની જીમેઈલ સહિત ગુગલ ડ્રાઈવની સર્વિસ ડાઉન થઈ ગઈ છે. ગુગલે પણ સત્તાવાર જાહેરાત કરીને કોઈ ઈશ્યુ આવ્યો હોવાનું જણાવ્યું છે. અને જીમેઈલ ડાઉનને લઈ ગુગલ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
દુનિયાભરના કરોડો લોકો મેઈલ માટે Gmail નો ઉપયોગ કરતાં હોય છે. તેવામાં આજે ઘણા કલાકો સુધી જીમેઈલ ડાઉન રહ્યું હતું. અને હજારો લોકોને મેઈલ મોકલવામાં તકલીફ આવી રહી હતી. એટલું જ નહીં, યુટ્યુબ, ગુગલ ડ્રાઈવમાં પણ ડાઉન થઈ ગયા હતા. જો કે, આ મામલે હેકિંગની પણ સંભાવનાઓ જોવામાં આવી રહી છે. તેની પાછળ કોઈ હેકર્સની કાળી કરતૂત હોય તેવી પણ આશંકાઓ લોકો વ્યક્ત કરી રહ્યા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.