Job Portal
કોરોના કહેરમાં લોકડાઉનના કારણે ઘણા લોકો તેમની નોકરીઓ ગુમાવી બેઠા છે. આ સંજોગોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષની 11મી જુલાઇએ એક જોબ પોર્ટલ (Job Portal) લોંચ કર્યું હતું. લૉકડાઉન દરમિયાન નોકરી ગુમાવનારા યુવાનોને કામ કે નોકરી આપવાની ઑફર કરાઇ હતી. જે દરમિયાન છેલ્લા 40 દિવસમાં આ પોર્ટલ પર આશરે 70 લાખ રજિસ્ટ્રેશન થયા હતા.
આ મહિનાની 14 થી 21મી વચ્ચે સાત લાખ યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એમાંથી ફક્ત 691 યુવાનોને નોકરી મળી હતી. સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ મંત્રાલયે પ્રગટ કરેલા આંકડા મુજબ મંત્રાલયના ASEEM પોર્ટલ ઈ(Job Portal) પર 3,70,000 યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એમાંથી ફક્ત 2% યુવાનોને નોકરી મળી હતી.
આ પણ જુઓ : Ambaji મંદિરને લાગ્યું કોરોનાનું ગ્રહણ, 4 સપ્ટેમ્બર સુધી રહેશે બંધ
આ મંત્રાલયે વધુમાં જણાવ્યા મુજબ છેલ્લા ચાલીસ દિવસમાં આશરે 70 લાખ યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એમાંથી ફક્ત 7700 યુવાનોને નોકરી મળી હતી. આ પોર્ટલ શિક્ષિત બેકાર યુવાનોને મદદ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું. થોડા થોડા સમયે મંત્રાલય આ બાબતમાં પગલાં લેતું હતું.
આ પણ જુઓ : Abu Yusuf : અબુ યુસુફના ઘરમાંથી દારૂગોળા સહીત મળી આ વસ્તુઓ
મંત્રાલયના જણાવ્યા મુજબ કર્ણાટક, દિલ્હી, હરિયાણા, તેલંગાણા અને તામિલનાડુના આંકડા જોતાં ખ્યાલ આવતો હતો કે લૉકડાઉન અને કોરોનાના પગલે વતનમાં ચાલ્યા ગયેલા શ્રમિકોની ગેરહાજરીના પગલે આ રાજ્યોમાં સ્કીલ્ડ શ્રમિકોની ભારે તંગી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.