Arun Jaitley

Arun Jaitley

પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી (Arun Jaitley)ની આજે પુણ્યતિથિ છે. તેમની પુણ્યતિથિ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેમને યાદ કરતા કહ્યુ કે તેઓ એક ઉત્કૃષ્ટ રાજનીતિજ્ઞ, વિપુલ વક્તા અને એક મહાન વ્યક્તિ હતા. જેમની જગ્યા ભારતીય રાજનીતિમાં કોઈ લઈ શકે નહીં.

આ પણ જુઓ : પાટણમાં વરસાદી પાણી ભરાતાં ચીફ ઓફીસરનું બોટિંગ દ્વારા પરીક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજના દિવસે ગયા વર્ષે આપણે અરૂણ જેટલી (Arun Jaitley)ને ગુમાવ્યા હતા. મને મારા મિત્રની બહુ યાદ આવે છે. અરૂણ જીએ લગનથી ભારતની સેવા કરી છે. તેમની દક્ષતા, બુદ્ધિમત્તા, કાનૂની કૌશલ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ તેમને મહાન બનાવે છે. ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીએ અરૂણ જેટલીની પ્રાર્થના સભાનો વીડિયો પણ શેર કર્યો.

આ પણ જુઓ : પતિ માસિક ધર્મ અને પ્રેગ્નન્સીમાં પણ શારીરિક સંબંધ માટે દબાણ કરતા પોલીસ ફરિયાદ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ કે અરૂણ જેટલી બહુઆયામી પ્રતિભા ધરાવતા હતા અને તેઓ મિત્રોના મિત્ર હતા. જે હંમેશા પોતાની વિશાળ વિરાસત, પરિવર્તનકારી દ્રષ્ટિ અને દેશભક્તિ માટે યાદ કરવામાં આવશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.