Earthquake

જામનગરમાં ગઈકાલે બપોરે 3.30 કલાકથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં આ 5 આંચકા અનુભવાયા છે. ત્યારે સતત ભૂકંપ (Earthquake) ના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જામનગરમાં આજે વધુ બે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જેમાં મધ્ય રાત્રિ અને વહેલી સવારે ભૂકંપના બે આંચકા આવ્યા હતા.

ગઈકાલે એટલે સોમવારે બપોરે 3.39 કલાકે 2.4ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) નો આંચકો આવ્યો હતો. જે બાદ સાંજે 6.40 કલાકે 2.5ની તીવ્રતાનો  ભૂકંપનો આંચકો આવ્યો. સોમવારે 07:34 કલાકે જામનગરના ગ્રામ્ય પંથકોમાં પણ 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વરસાદી માહોલમાં મોડી રાત્રે 2.8 કલાકે 2.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જ્યારે વહેલી સવારે પણ 6.11 કલાકે 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. વારંવાર આવતા ભૂકંપના આંચકાને કારણે જામનગરના ગ્રામ્ય પંથકમાં ભયનો માહોલ છવાઇ ગયો છે.

ભૂકંપના આંચકાનો અનુભવ જામનગર પંથકના નાના થાવરિયા મતવા હડમતીયા અને કાલાવડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં થયો હતો. જેના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા. જામનગરમાં સોમવારે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. જેમાં જામનગરના કાલાવડના બાંગા, બેરાજા, ખાનકોટડા, માટલી, ખઢેરા સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી ગ્રામજનો ઘરની બહાર દોડી ગયા હતા. તો જામનગર ગ્રામ્ય પંથકમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે.  

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024