CRPF
બિહાર (Bihar)ના બેગૂસરાયમાં જમીનના વિવાદને લઈ અંધાધૂંધ ફાયરિંગ કરવાનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં 6 વર્ષીય બાળકને ગોળી વાગતા ગંભીર રીતે ઘાયલ થયો છે. જેથી તેને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એટલું જ નહિ ફાયરિંગનો આરોપ સીઆરપીએફ (CRPF)ના જવાન પંકજ સિંહ પર લગાવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ પંકજે દારૂના નશામાં પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.
બિશનપુર નિવાસી રાજીવ સિંહે થોડા વર્ષ પહેલા હેમરામાં જમીન લઈને પોતાનું ઘર બનાવ્યું હતું સીઆરપીઅફ (CRPF)ના જવાન પંકજ સિંહ દ્વારા હાલના દિવસોમાં ત્યાં થોડી જમીન ખરીદવામાં આવી હતી. ત્યારબાદ પંકજ સિંહે રાજીવ સિંહ તથા તેમના ભાઈ સંજય સિંહનો રસ્તો બંધ કરવાનો પ્રયત્ન કર્યો જેનો આ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો.
આ પણ જુઓ : ટૂંકું ને ટચ : રાશનકાર્ડ ગ્રાહકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
પીડિત પક્ષ તરફથી આરોપ લગાવામાં આવ્યો છે કે તેનાથી આક્રોશિત થઈને મોડી સાંજે પંકજ સિંહ તથા તેના સાથીઓ દારૂ પીને આવ્યા અને પહેલા ધમકાવ્યા લાગ્યા અને ત્યારબાદ આ લોકોએ લાઇસન્સવાળી પિસ્તોલથી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. પંકજ સિંહ દ્વારા પીડિત વિક્રમ રાજના પિતા રાજીવ કુમારને નિશાન બનાવવામાં આવ્યા હતા પરંતુ ગોળી વિક્રમ રાજને વાગી ગઈ. પરિવારે તાત્કાલિક બાળકને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યો છે.
આ પણ જુઓ : ટૂંકું ને ટચ : અમદાવાદની એરપોર્ટ ઓથોરિટીની બિલ્ડીંગ કરાઈ સીલ
પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી પરંતુ ત્યાં સુધીમાં આરોપી પંકજ સિંહ તથા તેના સાથી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસ આરોપી પંકજ સિંહની ધરપકડ કરવા માટે દરોડા પાડી રહી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.