New Delhi

New Delhi

નવી દિલ્હી (New Delhi)ના રેલવે સ્ટેશન પર DRI (Directorate of Revenue Intelligence) એ સોનાની દાણચોરીમાં સંડોવાયેલા 8 મુસાફરોની ધરપકડ કરી. આ પકડાયેલા મુસાફરો પાસેથી 504 વિદેશી સોનાના બિસ્કિટ જપ્ત કરાયા છે. સોનાના આ બિસ્કિટનું વજન 83.321 કિલોગ્રામ છે. જેની બજાર કિંમત લગભગ 42.89 કરોડ જણાવવામાં આવી રહી છે. અહેવાલ મુજબ પકડાયેલા લોકોએ સોનાને વિશેષ રીતે સીવડાવેલા કપડાના બનિયાનમાં છૂપાવ્યું હતું.

આ પણ જુઓ : ટૂંકું ને ટચ : એક અઠવાડિયું નહીં જઈ શકાય માઉન્ટ આબુ

આ પણ જુઓ : સચિવોની બેઠકમાં દેશની પહેલી મેટ્રો ટ્રેનની ભાગીદારી વેચવાનું સૂચન કરાયું

ગુપ્ત બાતમી મળ્યા બાદ ડિબ્રુગઢ-નવી દિલ્હી (New Delhi) રાજધાની એક્સપ્રેસ દ્વારા દિલ્હી પહોંચનારા 8 મુસાફરોને સ્ટેશન પર રોકવામાં આવ્યાં અને તેમની પાસેથી 504 વિદેશી મૂળના સોનાના બિસ્કિટો મળી આવ્યાં. ડીઆરઆઈ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીઓએ ભારત-મ્યાંમાર સરહદના માધ્યમથી ભારતમાં સોનાની દાણચોરી કરી હતી. તેમજ તમામ આરોપીઓ પાસેથી ફેક ઓળખ પત્રો મળી આવ્યાં છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024