‘Mann Ki Baat’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ (‘Mann Ki Baat’) દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે ભારતીય રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન અને ઓણમની ઉજવણી વિશે ચર્ચા કરી હતી. પરંતુ એન્જીનિયરીંગ અને મેડિકલની પરીક્ષાનો મુદ્દે તેમને કોઈ ચર્ચા કરી નહતી. જયારે વિદ્યાર્થીઓ આશા રાખીને બેઠા હતા કે મોદીજી કોરોનાકાળમાં પરીક્ષાને લઈને થઇ રહેલા વિવાદ પર ચર્ચા કરશે.
જેના કારણે વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ નારાજગી ભારતીય જનતા પાર્ટી તરફથી યૂટ્યૂબ પર અપલોડ કરવામાં જોવા મળી રહી છે જેમાં વીડિયોમાં લાઈકની જગ્યાએ ડિસલાઈકની સંખ્યા વધતી જાય છે. જેમાં વીડિયોને 2K લાઈક અને 16K ડીસલાઈક મળી છે. ટ્વિટર પર #Mann_Ki_Nahi_Student_Ki_Baatનું ટ્રેંડીંગ શરૂ કર્યું હતું.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.