Kangna Ranaut
સુશાંતના કેસ બાદ બોલિવૂડમાં નેપોટિઝમ અને ડ્રગને લઇ ઘણી બાબતોની ચર્ચા થી રહી છે. ત્યારે કંગના રનૌત (Kangna Ranaut) બોલીવૂડમાં નેપોટિઝમ અને ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ લિંક પર સતત વિવાદાસ્પદ બયાન આપી રહી છે. થોડા દિવસો પહેલા તેણે કહ્યું હતું કે, તેને મુંબઇ પોલીસથી વધુ ખતરો છે.
ત્યારબાદ હવે કંગનાનો આરોપ છે કે તેને શિવસેના લીડર સંજય રાઉતે મુંબઇ પાછા ન ફરવાની ધમકી આપી છે. કંગના હાલ પોતાના હોમટાઉનમાં છે. કંગનાએ ટ્વીટ કર્યું છે કે, શિવસેના લીડર સંજય રાઉતે મને ખુલી ધમકી આપી છે અને મને કહ્યું છે કે હું મુંબઇ પાછી ન આવું. મુંબઇની ગલીઓમાં આઝાદી ગ્રેફિટિ અને હવે ખુલી દમકી, મુંબઇ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવી ફીલીંગ કેમ કરાવે છે ?
આ પણ જુઓ : Pakistan : પાકિસ્તાને હવે પોતાનો દરિયો પણ ચીનને હવાલે કરી દીધો
થોડા દિવસો પહેલા કંગનાએ કહ્યું હતું કે તેને બોલીવૂડના ડ્રગ લિંક બાબતે ઘણી બધી જાણકારી છે. તે નારકોટિક્સ કન્ટ્રોલની મદદ કરવા ઇચ્છે છે. પરંતુ તેને સુરક્ષા જોઇએ. બીજેપી લીડર રામ કદમે મહારાષ્ટ્ર સરકારને ટ્વીટ કરીને આના પર સવાલ ઉઠાવ્યો હતો. જવાબમાં કંગનાએ કહ્યું હતું કે તે સેન્ટર અથવા હિમાચલ પ્રદેશથી સુરક્ષા ઇચ્છે છે.
આ પણ જુઓ : NCB એ રિયાના ભાઈ અને સેમ્યુઅલ મિરાન્ડાની કરી અટકાયત
રિપોર્ટસના અનુસાર સંજય રાઉતે સામનામાં લખ્યું છે કે, મુંબઇમાં રહેતી કંગનાનું આવું બયાન શરમજનક છે. અમે તેને રિકવેસ્ટ કરીએ છીએ કે મહેરબાની કરીને મુંબઇ આવતી નહીં. આ મુંબઇ પોલીસની બેઇજ્જતી સમાન છે. ગૃહ મંત્રાલયે આના પર એકશન લેવી જોઇએ.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.