Kutch Rann Utsav
કોરોનાની મહામારી બાદ ગુજરાતમાં વસતા પ્રવાસ પ્રેમી માટે સારા સમાચાર છે. કચ્છ રણોત્સવ (Kutch Rann Utsav) ની શુરુઆત 12 નવેમ્બરથી થશે. તેમજ અત્યાર સુધી કચ્છ રણોત્સવ માટે 1200 થી પણ વધારે લોકોએ બુકિંગ કર્યું છે.
કચ્છ રણોત્સવ (Kutch Rann Utsav) જવા માંગતા ગુજરાતીઓ માટે બુકિંગ ઑફર પણ શરૂ કરવામાં આવી છે. ઘણા સમયથી બંધ રહેલી ટ્રાવેલ્સ કંપનીઓને પણ રણોત્સવનું બુકિંગ શરૂ થતાં આશા જાગી છે. આ વર્ષે કચ્છ રણોત્સવ માટે 1200 થી પણ વધારે લોકોએ બુકિંગ કર્યું છે. જેમાં મોટાભાગે મુંબઈ-પુણે સુરત અને અમદાવાદના લોકો હોવાનું સામે આવ્યું છે.
ઉપરાંત આ બાબતે વધુમાં જણાવતા અક્ષર ટ્રાવેલ્સના મનીષ શર્મા કહે છે કે, ગુજરાતીઓ ગુજરાતને છોડીને બહાર જવા તૈયાર ન થાય એ માટે અમે સ્કીમ શરૂ કરી છે. આ માટે કંપની પ્રવાસીઓને રાજકોટ, સુરત જેવા શહેરમાંથી પિકઅપ-ડ્રોપની વ્યવસ્થા પણ આપશે. તો આ સિવાય એરવેઝ સાથે મળીને અમદાવાદ ભુજની ફ્લાઇટ શુરૂ થાય તેવી પણ વિચારણા છે.
જો કે, કચ્છના રણોત્સવ માટે ગુજરાતીઓએ 3 ડેઝ 2 નાઈટના પેકેજ વધારે બૂક કર્યા છે. સામાન્ય રીતે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ ન કરી શકતા ગુજરાતીઓએ આ વખતે પોતાના જ ગુજરાતમાં કચ્છની ઝાંખી માણવાનું પસંદ કર્યું છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.