Canadian author
ઈરાની મૂળના કેનેડિયન લેખકે (Canadian author) ટ્વિટર પર હિન્દુ દેવી દેવતાઓ સામે અપમાનજનક ટિપ્પણી કરી હતી. પરંતુ ટ્વિટર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદે ટ્વિટરના અધિકારીઓ સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિશ્વ હિન્દુ પરિષદે આ ફરિયાદની કોપી ઈરાન અને કેનેડાના રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનને પણ મોકલી આપી છે.
આ પણ જુઓ : Pangong : પેંગોંગ સરોવરની દક્ષિણનો વિસ્તાર ભારતના કબજામાં
વીએચપીના પ્રવક્તા વિનોદ બંસલે આરોપ લગાવ્યો હતો કે, કેનેડાના લેખક અને મૂળે ઈરાનના નાગરિક એવા અરમીન નવાબીએ હિન્દુ દેવી દેવતાઓ માટે બેહદ આપત્તિજનક ટિપ્પણી કરી છે. ટ્વિટર ઈન્ડિયાને આ પોસ્ટ ડિલિટ કરવા માટે જાણ કરવા છતા ટ્વિટરના અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી. આમ ટ્વિટરના અધિકારીઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરવામાં આવે.
. @Twitter must delete @ArminNavabi immediately for posting highly derogatory and anti Hindu material on his handle at 23.28 on 03.09.20. Action by @DelhiPolice @MumbaiPolice @HMOIndia @DrSJaishankar @HassanRouhani @CanadianPM @Iran_in_India @CanadainIndia solicited. https://t.co/reKhIfa8PC pic.twitter.com/zzD3a1vc56
— विनोद बंसल (@vinod_bansal) September 4, 2020
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.