Railway
રેલવે (Railway) બોર્ડના ચેરમેન વી કે યાદવે કહ્યું, રેલવે દ્વારા 12 સપ્ટેમ્બરથી નવી વિશેષ 80 ટ્રેનો ચાલુ કરાશે અને રિઝર્વેશન બુકીંગ 10 સપ્ટેમ્બરથી શરૂ કરાશે. આ ટ્રેનો અંગેની વધુ વિગતો એકાદ દિવસમાં જાહેર કરાશે. પરીક્ષા માટે રાજ્યો માંગ કરશે ત્યાં ટ્રેન મોકલાશે વેઇટિંગ વધુ હશે ત્યાં વધુ ટ્રેનો મુકાશે.
આ પણ જુઓ : બાંગ્લાદેશ : મસ્જિદમાં 6 AC બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 17 લોકોના મોત
’80 નવી ટ્રેનો અથવા 40 ટ્રેનોની જોડાને બારમી સપ્ટેમ્બરથી શરૂ કરાશે. આ ટ્રેનો માટેની બુકીંગ દસમી સપ્ટેમ્બરથી શરૂ કરાશે’ એમ યાદવે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે કઇ ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ લાંબુ છે તે નક્કી કરવા હાલમાં જે ટ્રેનો ચાલે છે તેની પર રેલવે દ્વારા નિરિક્ષણ કરાશે.
આ પણ જુઓ : પાટણ : C.R. Patil ટિકિટ વગર રાણકી વાવ નિહાળી, તેના પૈસા ચૂકવવા CMને પત્ર…
યાદવે એમ પણ કહ્યું હતું કે, ‘જ્યાં પણ કોઇ ખાસ ટ્રેન માટે માગ હશે અને જ્યાં પણ વેઇટિંગ લીસ્ટ લાબું હશે ત્યાં મૂળ ટ્રેનની પહેલા એક ડુપ્લીકેટ ટ્રેન ચલાવીશું કે જેથી મુસાફરો પોતાના ગંતવ્ય સૃથળે જઇ શકે’. જે રાજ્યમાંથી પરીક્ષા અથવા અન્ય કોઇ કારણસર ટ્રેન ચલાવવાની માંગણી કરાશે ત્યાં અમે ટ્રેન મોકલીશું.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.