ડૉક્ટરે સૂઈ રહેલા બાળક પર વેડ્યું ઉકળતું પાણી…

Assam
- Advertisement -

This browser does not support the video element.

Assam

આસામ (Assam)માં ઘરમાં સૂઈ રહેલા ઘરઘાટીનું કામ કરતા 12 વર્ષીય બાળક પર ઉકળતું પાણી નાખવાની ઘટના બની છે. આ મામલામાં એક ડૉક્ટર અને તેની પત્નીની ધરપકડ કરવામાં આવી છે.

શનિવાર પોલીસે રાત્રે આ જાણકારી આપતા જણાવ્યું કે આસામ મેડિકલ કોલેજ તથા હૉસ્પિટલના ડૉક્ટર સિદ્ધિ પ્રસાદ દેઉરી અને મોરન કૉલેજની પ્રિન્સિપલ તેમની પત્ની મિતાલી કુંવર ઘટના બાદ ઘરેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે.

આ પણ જુઓ : 12 સપ્ટેમ્બરથી વધુ 80 વિશેષ ટ્રેનો ચાલુ કરાશે, રિઝર્વેશન બુકીંગ 10 સપ્ટેમ્બરથી શરૂ

પોલીસના જણાવ્યા મુજબ, દેઉરી પર આરોપ છે કે ડિબ્રૂગઢ સ્થિત પોતાના ઘરમાં સૂઈ રહેલા સગીર ઘરઘાટી પર ઉકળતું પાણી નાખી દીધું. તેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો. મળતી માહિતી મુજબ ઘટના સમયે દઉરી નશામાં ધૂત હતા. તેમજ આ ઘટનાની પ્રત્યક્ષદર્શી તેની પત્ની પર સગીરની કોઈ મદદ કે ઉપચાર ન કરવાનો આરોપ છે.

આ પણ જુઓ : બાંગ્લાદેશ : મસ્જિદમાં 6 AC બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 17 લોકોના મોત

મળતી માહિતી મુજબ, 29 ઓગસ્ટે જિલ્લા બાળ કલ્યાણ સમિતિને આ મામલાની જાણકારી એક અજ્ઞાત સ્ત્રોતના માધ્યમથી મળી હતી, જેણે આ સમગ્ર ઘટનાનો વીડિયો જિલ્લા બાળ કલ્યાણ સમિતિને મોકલ્યો હતો.

દંપતિની વિરુદ્ધ બાળ અને કિશરો શ્રમ નિષેધ અધિનિયમ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની વિભિન્ન કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.