next two days
હવામાન વિભાગે આગામી બે દિવસોમાં (next two days) વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે. તો આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી હળવા વરસાદની શક્યતા છે.
જો કે, ગઈકાલે અમદાવાદમાં સવારે ગરમીનું પ્રમાણ રહ્યા બાદ બપોર પછી વાદળિયું વાતાવરણ સર્જાયું હતું. તેમજ શહેરનું મહત્તમ તાપમાન 34.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.7 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસ (next two days) અમદાવાદમાં પણ વરસાદી છાંટા પડવાની શક્યતા છે.
- Arjun Kapoor નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા,થયો હૉમ ક્વૉરન્ટિન
- Rain: ઉ.ગુજરાતમાં ઘોઘમાર વરસાદ,વીજળી પડતા 4 લોકોના થયા મોત
નોંધનીય છે કે, રવિવારે ભારે ઉકળાટની વચ્ચે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તો અમરેલીના સાવરકુંડલા, જાફરાબાદ, ખાંભા, રાજુલા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના લીધે ખેતરોમાં નદીઓ વહેતી થઈ હતી.
આ ઉપરાંત જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. લોર, ફાચારિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. ખાંભાના પચપચીયા, ધૂંધવાણા, બોરાળા, ચકરાવા, હનુમાનપુર, કંટાળા ગામમાં વરસાદ પડ્યો હતો.
6 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં ઓવરફ્લો ડેમોની સંખ્યા 121 પર પહોંચી ગઈ છે. તો 167 ડેમો ઉપર હાઈએલર્ટ સિગ્નલ અપાયું છે. તો એલર્ટ ડેમોની સંખ્યા 10 અને વોર્નિંગ અપાઈ હોય તેવા ડેમોની સંખ્યા પાંચ ઉપર પહોંચી છે.
સરદાર સરોવર સહિત રાજ્યના 206 ડેમોમાં કુલ 87.24 ટકા પાણીનો સંગ્રહ થયો છે. તથા સૌથી વધુ પાણી સૌરાષ્ટ્રના 140 ડેમોમાં 95.13 ટકા છે. સૌરાષ્ટ્રના કુલ 86 ડેમો 100 ટકા સંપૂર્ણ છલકાયા છે. મધ્ય ગુજરાતના 17 ડેમોમાં પણ 91.16 ટકા પાણી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.