Rain

રાજ્યમાં છેલ્લા 4 દિવસના વિરામ બાદ સાબરકાંઠા, બનાસકાંઠા, અંબાજી, મહેસાણા, અરવલ્લીમાં વરસાદી માહોલ છવાયો છે. અંબાજી પંથકમાં 3 ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. બનાસકાંઠાના અંબાજીમાં પડેલા ધોધમાર વરસાદથી રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. તો વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ઉપરાંત મહેસાણાના પઢારિયા ગામે ગૌચરમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષ કાપવાની કોન્ટ્રાકટર થકી કામગીરી ચાલી રહી હતી. જ્યાં વરસાદ (Rain) શરૂ થતા કામદારોએ ટ્રેકટરની ટ્રોલી નીચે આશરો લીધો હતો. દરમ્યાન ટ્રોલી ઉપર અચાનક વીજળી પડતાં પાંચેક મજૂરો વીજળીથી ગંભીર રીતે દાઝ્યા હતા. જેમાં મૂળ દાભલા ગામના બે કામદારોના મોત થયા હતાં. તો અન્ય ત્રણ કામદારોની સારવાર લાયન્સ હોસ્પિટલ મહેસાણામાં ચાલુ છે. તો ભિલોડાના માંકરોડાના 48 વર્ષીય પુરુષનું ખેતરથી ઘરે આવતા તેમના પર વીજળી પડી હતી. જેમનુ મોત નિપજ્યુ છે.

રવિવારની સવારથી જ અંબાજી સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તો વીજળી પડવાના કારણ ઉત્તર ગુજરાતમાં 4 લોકોના મોત પણ થયા છે. તેમજ ધોધમાર વરસાદના કારણે અંબાજીના વીઆઈપી રોડ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. તો અંબાજીમાં લગભગ 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. અંબાજીના આસપાસના વિસ્તારોમાં પણ ધમધોકાર વરસાદ છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024