PUBG

PUBG

ગત સપ્તાહે ભારત સરકારે દેશમાં 118 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં PUBG પણ સામેલ છે. જો કે, આ બેનને લઇને ગેમિંગ કમ્યુનિટી જ્યાં પરેશાન થઇ રહી છે. ત્યારે બ્લૂહોલ હેઠળ ઓરિજિનલ ઇન્ટરનલ ગેમિંગ PUBG કોર્પોરેશને ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. તેમજ PUBG corp મુજબ તે આ પૂરી સ્થિતિથી અવગત છે અને પ્રતિબંધ પર સક્રિય રૂપથી વિચાર કરી રહ્યું છે.

આ સાથે તેવું પણ કંફર્મ થયું છે કે, ભારતમાં PUBG Mobile પર Tencent Gamesના કંટ્રોલને પૂરી કરવામાં આવશે તથા તેની તમામ પબ્લિશિંગ જવાબદારી PUBG કોર્પ પાસે આવી જશે. એટલે કે, તેની ઓરિજનલ સાઉથ કોરિયા બેસ્ડ ગેમિંગ કંપની પાસે તેની જવાબદારી આવશે અને તેવું થવાથી દેશમાં PUBG પર બેન દૂર થશે.

એક રિપોર્ટ અનુસાર ભારતમાં 118 ચીની એપ્સ પર પ્રતિબંધના એક દિવસ પછી જ Tencentને બજાર મૂલ્યમાં 34 બિલિયન ડોલરનું નુક્શાન થયું હતું. તો PUBG corporation એ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે PUBG કોર્પોરેશન સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ ઉપાયોને સારી રીતે સમજે છે તથા તેનું સન્માન કરે છે. કારણ કે પ્લેયર ડેટાની પ્રાઇવસી અને સિક્યોરિટી કંપનીની સર્વોચ્ચ પ્રથામિકતા છે.

હાલની ઘટનામાં ધ્યાનમાં રાખીને PUBG કોર્પોરેશને ભારતમાં Tencent Games માટે PUBG મોબાઇલ ફ્રેંચાઇઝીને ઓથેરાઇઝ ન કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત તે ભારત સરકાર સાથે તેવી રીતે કામ કરવાની આશા રાખે છે જેથી એક તેવું સમાધાન નીકળે જેમાં ગેમર્સ એક વાર ફરી ભારતીય કાનૂનો અને નિયમોનું પૂરી રીતે પાલન કરીને યુદ્ધના મેદાનમાં ઉતરી શકે.

જો કે, પબજી કોર્પોરેશન દેશની તમામ પબ્લિશિંગ જવાબદારી લેશે. જેમ કે કંપની નજીકના ભવિષ્યમાં ભારત માટે પોતાના સ્વંય PUBG અનુભવ કરવાની રીત શોધશએ. તે પોતાના ફેન્સ માટે સ્થાનિક અને સ્વસ્થ ગેમ પ્લે વાતાવરણ બનાવશે. અને તે આમ કરવા માટે પ્રતિબદ્ધ છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024