Alimony
સુરતમાં શહેરનાં પ્રેમલગ્નથી એક પુત્રીનો જન્મ થયા બાદ પતિનો ત્યાગ કરીને લગ્ન જીવનનાં હક્કો ભોગવવા કરેલા દાવામાં માસિક 15 હજાર ભરણ પોષણ (Alimony) પેટે ચૂકવવા પત્નીએ કરેલી માંગને સુરત ફેમિલી કોર્ટનાં જજે નકારી કાઢી છે.
સુરત શહેરનાં કતારગામ વિસ્તારમા રહેતા અમિષાબેને વર્ષ 2018માં પોતાના પરિવાર વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે, ત્યારબાદ અમિષાબેનનો પરિવાર માની જતા ફરીથી સમાજની સામે લગ્ન કરાવ્યાં હતા. આ બાદ તેમને પુત્રીનો જન્મ આપ્યો હતો. પરંતુ તે પગફેરા બાદ પોતાના પતિને ઘરે પરત ફરી ન હતી. તે પોતાના પિયરમાંજ રહી હતી.
પતિએ પત્નીને પાછી બોલાવવા માટે અનેકવાર કહ્યું હતું. પરંતુ આ સામે મહિલાનો પરિવાર તેને ધમકીઓ આપતા હતા. તો આ સાથે પત્ની અમિષાબેન પણ પતિને અનેકવાર મેસેજ કરતા હતા કે, તમે મને ભૂલી જાવ. મારા ઘરે ન આવતા. હું હવે ગર્ભ પડાવી નાંખીશ, હું પાછી આવવાની નથી. એમ કહીને કોઇ જ કારણ વગર જ પતિનો ત્યાગ કર્યો હતો.
આ ઉપરાંત વચગાળાનાં ભરણપોષણ (Alimony) માટે પૈસા માંગ્યા હતા. જેની સામે પતિ તરફેથી જણાવવામાં આવ્યું હતું કે, પત્ની વ્યાજબી કારણો વગર પતિને છોડીને છૂટાછેડાની માંગ કરે છે. જેને કોર્ટે માન્ય રાખીને પત્નીની ભરણ પોષણ (Alimony) ની માંગને નકારી કાઢી હતી. જેમાં જણાવ્યું હતું કે, યોગ્ય કારણ વગર પતિનો ત્યાગ કરનાર સ્ત્રી ભરણ પોષણ મેળવવા હક્કદાર નથી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.