Arunachal
અરૂણાચલ પ્રદેશ (Arunachal) થી અપહરણ કરવામાં આવેલા 5 ભારતીયોને લઇને ચીને સ્વિકાર કર્યો છે કે તે લોકો તેમના ત્યાં છે. પહેલાં તો તેની જાણકારી હોવાની મનાઇ કરી, પરંતુ હવે ચીને સ્વીકાર કર્યો છે.
મંગળવારે કેન્દ્રીય કિરણ રિજિજૂએ જણાવ્યું કે અપહરણ કરાયેલા ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. અરૂણાચલ પ્રદેશના સુબનસિતી જિલ્લાના પાંચ યુવક જંગલમાં શિકાર કરવા ગયા હતા ત્યાંથી તે ગુમ થઇ ગયા. પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મીએ તેમનું અપહરણ કરી લીધું છે.
આ પણ જુઓ : Corona Vaccine : ભારતીય મહિલા વૈજ્ઞાનિકે કોરોના રસી તૈયાર કરી
કેન્દ્રીય મંત્રી રિજિજૂએ ટ્વીટ કરી જણાવ્યું ‘ભારતીય સેના તરફથી મોકલવામાં આવેલા હોટલાઇન સંદેશ પર ચીનની પીએલએએ જવાબ આપ્યો છે. તેમણે પુષ્ટિ કરી છે કે અરૂણાચલ પ્રદેશથી ગુમ યુવક તેમની તરફ મળી આવ્યા છે. તેમને અધિકારીઓને સોંપવાની આગળની ઔપચારિકતાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે.’
China’s PLA has responded to the hotline message sent by Indian Army. They have confirmed that the missing youths from Arunachal Pradesh have been found by their side. Further modalities to handover the persons to our authority is being worked out.
— Kiren Rijiju (@KirenRijiju) September 8, 2020
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.