Matrimonial site
અમદાવાદ શહેરના સરદારનગરમાં રહેતી એક મહિલાએ તેના પતિ સામે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પત્નીની જણાવ્યું કે તેના પતિનો અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ છે. તેમજ તે પત્નીને પિયરથી લેવા આવ્યો નહીંં અને તેનો સામાન પિયરમાં કુરિયર કરી દીધો.
અમદાવાદના સરદાર નગરમાં રહેતી 36 વર્ષીય યુવતીના વર્ષ 2007માં પહેલા લગ્ન થયા હતા. પરંતુ પતિ સાથે મનમેળ ના રહેતા વર્ષ 2011માં છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ મેટ્રિમોનિયલ સાઈટ (Matrimonial site) ઉપર પ્રોફાઈલ બનાવી હતી. અને 2015માં મુંબઈના એક યુવક સાથે તેનો સંપર્ક થયો હતો. આ જે યુવક હતો તે પણ ડિવોર્સી હોવાથી આ યુવતી એ યુવક સાથે ફોન પર વાતચીત અને વોટ્સએપ ચેટિંગ શરૂ કર્યું હતું.
આ યુવતીએ આ યુવક સાથે મેટ્રિમોનિયલ સાઈટ (Matrimonial site) દ્વારા સંપર્ક થતા બીજા લગ્ન કર્યા હતા. જો કે, લગ્નના છ એક મહિના બાદ યુવતીને જાણવા મળ્યું કે, તેના પતિ અને અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ છે. જેથી તે તેના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ ન રાખવા કહેતી ત્યારે તેનો પતિ તેને માર મારતો હતો. ઉપરાંત આ યુવતીનું મિસકેરેજ થયું ત્યારે પતિએ તેને પિયર મોકલી હતી. પરંતુ પિયર મોકલ્યા બાદ પરત લેવા આવ્યો ન હતો તથા પત્નીનો બધો સામાન તેને પિયરમાં કુરીયર મારફતે મોકલી દીધો હતો.
સોશિયલ મીડિયા ઉપર પણ પતિએ તેની પત્નીને બ્લોક કરી લીધી હતી. અને લગ્નની વાત ભૂલી જજે તેમ જણાવી વકીલ મારફતે લિગલ નોટિસ મોકલી હતી. આ પ્રકારના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને મહિલાએ તેના પતિ સામે ફરિયાદ આપતા પોલીસે આ મામલે મુંબઈના યુવક સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ઘરી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.