Surat

આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1295 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો કુલ આંક 1,06,966 પર પહોંચ્યો છે. તેમજ આજે 1445 દર્દીઓ સાજા થયા છે.

જો કે, રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 81.87% પર પહોંચ્યો છે. ઉપરાંત ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16,351 છે. આજે સંક્રમણથી 13 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3136 પર પહોંચ્યો છે. 

જો કે, હવે અનલોક દરમ્યાન ધીરે ધીરે બધી છૂટછાટ મળી રહી છે. તો સુરત (Surat) માં વતન ગયેલા શ્રમિકો પરત ફરી રહ્યા છે. તો મનપા દ્વારા રેલવે સ્ટેશન ઉપર કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.  જો કે, ટેસ્ટિંગ દરમિયાન 100 જેટલા લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ત્યારે શ્રમિકો પરત ફરતા કોરોના વધવાની દહેશત વધી છે. 

સુરત (Surat) માં 100 શ્રમિકો કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે . આ માટે તંત્ર દ્વારા શ્રમિકોના ટેસ્ટ ફરજિયાત કરવાઈ રહ્યા છે. તથા કામદારો માટેની પોલિસીનો પણ અમલ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. 

આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ પોરબંદર અને ડાંગ જિલ્લામાં નોંધાયા છે.  આજે સુરતમાં 265, અમદાવાદમાં 170 કેસ, વડોદરામાં 123, રાજકોટમાં 134 બાદ સૌથી વધુ જામનગર જિલ્લામાં 99 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 1445 દર્દીઓ સાજા થયા છે . તે પૈકી સુરતમાં 231, જામનગરમાં 130, સૌથી વધુ રાજકોટમાં 320 દર્દીઓ સાજા થયા છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024