Afghanistan
આજે સવારે અફઘાનિસ્તાન (Afghanistan)ના ઉપપ્રમુખ અમરુલ્લાહ સાલેહના કાફલા પર જબરદસ્ત હુમલો થયો હતો. જો કે અમરુલ્લા સાલેહ ઊગરી ગયા હતા પરંતુ તેમના ત્રણ સાથીદાર માર્યા ગયા હતા અને બીજા બાર જણને ઇજા થઇ. અહેવાલો મુજબ રોડ પર મૂકાયેલા બોંબનો વિસ્ફોટ થયો હતો.
આ પણ જુઓ : રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું …
સાલેહના પુત્ર એબાદ સાલેહે પોતે ટ્વીટર પર જણાવ્યું હતું કે હું અને મારા પિતા બંને સુરક્ષિત છીએ. અમારી સાથેની કોઇ વ્યક્તિ શહીદ થઇ નથી. બેશક, અમારા પર જીવલેણ હુમલો થયો હતો. અમે બધાં સુરક્ષિત છીએ.
Ebad Saleh, son of Afghanistan Vice President Amrullah Saleh, wrote on Twitter that he was alongside his father when a blast hit their convoy and that the Vice President is fine: TOLO News. #Afghanistan pic.twitter.com/RtnYI6Q48b
— ANI (@ANI) September 9, 2020
આ પણ જુઓ : Share Market : Route Mobile IPO આજથી ખુલશે, રોકાણકારો ખાસ જુઓ
વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કારના કુચ્ચા ઊડી ગયા હતા. આ વિસ્ફોટથી આગ પણ લાગી હતી જે ફાયર બ્રિગેડને તરત બુઝાવી દીધી હતી. આસપાસની ઇમારતોનો પણ ભારે નુકસાન થયું હતું. અફઘાન સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો. આ હુમલા પાછળ પાકિસ્તાનના આતંકવાદી જૂથોનો હાથ હોવાનું મનાય છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.