Beirut caught fire
લેબનોનના પાટનગર બૈરૂતમાં બીજીવાર આગ લાગવાની ઘટના બની છે. ફરીથી બૈરૂતના બંદરે જંગી આગ ફાટી (Beirut caught fire) નીકળતા રહેવાસીઓ ચિંતામાં આવી ગયા હતા અને લોકો પોતાનો જીવ બચાવવા દોડાદોડી કરતા હતા.
Workers in Beirut running away from the port after a destroyed warehouse caught fire#Beirut pic.twitter.com/AtWIdgoixw
— CNW (@ConflictsW) September 10, 2020
આજે લાગેલી આગના કારણે લોકો બંદરની આસપાસના વિસ્તારમાંથી બહાર ભાગી આવ્યા હતા. બપોરે બંદર ખાતે આવેલી એક ગોડાઉનમાંથી કાળા ધુમાડા નીકળતા દેખાયા હતા. ધુમાડાના કારણે આખું પાટનગર ઢંકાઇ ગયું હતું. ચારે તરફથી એમ્બ્યુલન્સની સાયરન સંભળાતી હતી. આગને બુજાવવા માટે સેનાના હેલિકોપ્ટરોને પણ કામે લગાડવામાં આવ્યા હતા.
આ પણ જુઓ : ભારતે ચીની વિદેશ મંત્રીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું …
લેબનોનની સેનાએ કહ્યું હતું કે ડયુટી ફ્રી ઝોનમાં આવેલા એક વેરહાઉસમાં આગની શરૂઆત થઇ હતી જ્યાં તેલ અને ટાયરો રાખવામાં આવ્યા હતા. જો કે સત્તાવાળાઓ એ જાણી શક્યા નહતા કે કયા કારણસર આગ લાગી હતી. આગના કારણે સેનાએ બંદર તરફ જતા તમામ રસ્તાઓને બંધ કરી દીધા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.