rhea Chakraborty
રિયા ચક્રવર્તી (rhea Chakraborty) ડ્રગ્સ મામલે મુંબઈના ભાયખલ્લા જેલમાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. જામીન લેવા માટે રિયા ચક્રવર્તીએ કોર્ટની સામે કહ્યું કે, તે ડ્રગ્સ લેતી નથી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ દબાણ નાંખીને ડ્રગ્સ લેવાની વાત તેની પાસેથી કબૂલ કરાવી. રિયા ચક્રવર્તીએ એનસીબીને મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના એ 25 નામોની લિસ્ટ આપી, જે ક્યાંકને ક્યાંક ડ્રગ્સ મામલામાં સામેલ છે.
આ પણ જુઓ પણ જુઓ : કંગનાના ડ્રગ કનેક્શનને લઇ મુંબઈ પોલીસ શરૂ કરશે તપાસ
NCB એ બોલિવુડના 25 નામને લઈને કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. NCB એ આ 25 નામ માંથી સૌથી પહેલા 5 સિલેક્ટેડ લોકોને કાઢ્યા છે, જેના પર જલ્દી જ કાર્યવાહી થઈ શકે છે. આ પાંચ નામ એવા છે, જેમના પર સૌથી મોટી કાર્યવાહી થઈ શકે છે. સૂત્રોના અનુસાર, રિયા ચક્રવર્તીએ પૂછપરછમાં સૌથી મોટું નામ સારા અલી ખાનનું લીધું છે.
આ પણ જુઓ : Pakistan માં બાળકો સામે વિદેશી મહિલા સાથે ગેંગરેપ
ત્યારબાદ રકુલ પ્રીત સિંહ, ડિઝાઈનર સીમોન ખંભાટા, સુશાંત સિંહ રાજપૂતની મિત્ર અને રેનડ્રોપ મીડિયાની ફાઉન્ડર અને ડાયરેક્ટર રોહિણી અય્યર અને મુકેશ છાબરાનું નામે આપ્યું છે. એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયા ચક્રવર્તીએ 20 પાનામાં નિવેદન આપ્યું છે. જેમાં ખાસ કરીને સારા અલી ખાન, રકુલ, સીમોન, રોહિણી અને મુકેશ છાબરાનું નામ લીધું છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.