Kangana Ranaut

Kangana Ranaut

શુક્રવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કંગના રનૌત (Kangana Ranaut) ના ડ્રગ મામલાને ઉઠાવ્યો છે. તેણે કંગનાના એક્સ બોયફ્રેન્ડ અધ્યયન સુમનના એક જુના ઈંટરવ્યુના આધારે આ મામલાને ઉઠાવ્યો છે. આ વચ્ચે મુંબઈ પોલીસ કંગનાના ડ્રગ કનેક્શનને લઈને તપાસ હાથ ધરશે. આજે મુંબઈ પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ તપાસ માટે 2016માં અધ્યયન સુમનના આપવામાં આવેલા ઈંટરવ્યુંને આધાર બનાવ્યો છે.

આ પણ જુઓ : Sonu Sood એ બાળકની બ્રેઇન ટયુમર સર્જરીમાં આર્થિક મદદ કરી

અધ્યયન સુમનના આ ઈંટરવ્યુંમાં કંગનાના ડ્રગ લેવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ઈંટરવ્યુમાં કંગનાના ડ્રગ લેતી હોવાનો દાવો કર્યો હતો. ઉપરાંત ઈંટરવ્યુંમાં એ પણ કહ્યુ હતું કે કંગનાએ તેને પણ જબરદસ્તી ડ્રગનું સેવન કરાવ્યું હતું.

આ પણ જુઓ : Central Government ના ત્રણ આદેશ સામે ખેડૂતોનો વિરોધ

આ પહેલા કંગનાએ ડ્રગ કનેક્શનના આરોપી ઉપર ટ્વિટ કરીને લખ્યું હતું કે, મહેરબાની કરીને મારો ડ્રગ ટેસ્ટ કરો, મારા કોલ રેકોર્ડ્સની તપાસ કરો જો તમને કોઈ ડ્રગ પૈડલરને લઈને કોઈ લીંક મળે તો હું પોતાની ભૂલ માની લઈશ અને હંમેશા માટે મુંબઈ છોડીને ચાલી જઈશ. તમને મળવા માટે ઈચ્છુક છું.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024