lock downફાઈલ તસવીર

lock down

રાજ્ય સરકારે તો એક પછી એક જગ્યાએ અનલોક જાહેર કરી રહી છે, પરંતુ કોરોના પર કાબૂ મેળવવા રાજ્યના લોકો હવે સ્વંયભૂ લોકડાઉન (lock down) નો રસ્તો અપનાવી રહ્યા છે. તો આજે રાજકોટ, જૂનાગઢ, ખેડબ્રહ્મા તથા સુરતમાં 12 સપ્ટેમ્બરથી લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધી જતા આજથી સોમવાર તા.14થી 21 સુધી ખેડબ્રહ્માના બજારોમાં સ્વયંભૂ બંધ રહેશે. બજાર જીવનજરૂરી ચીજો માટે સવારે 8 થી 11 ખુલ્લું રહેશે. તેમજ નગરપાલિકા દ્વારા નગરની ગલીએ ગલીએ જાહેરાત કરી આઠ દિવસ સ્વયંભૂ બજાર બંધ રાખવા અપીલ કરાઈ છે.

ખેડબ્રહ્મા 8 દિવસ બંધ રહેશે. જોકે, આ વચ્ચે આવશ્યક સેવાઓ જેમ કે, દૂધ પાર્લર, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ અને સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે. ખેડબ્રહ્મા નગરપાલિકા, વિવિધ વેપારી એસોસિયેશને આ નિર્ણય લીધો છે તથા લારીઓવાળા પણ આ બંધને સમર્થન આપ્યું છે.

રાજકોટમાં કોરોનાના કેસ વધતા રાજકોટ દાણાપીઠના સોની બજાર બાદ દાણાપીઠ એસોસિયેશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો (lock down) નિર્ણય લીધો છે. આજથી એટલેકે સોમવારથી લઈને 20 સપ્ટેમ્બર સુધી અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન થશે. સવારે 8થી 3 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રહેશે. જો પરિસ્થિતિ કાબૂમાં આવી જશે તો 20 સપ્ટેમ્બરથી દુકાન શરૂ કરી દેવાશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 35 ઝવેરીઓના મોત થતાં શનિવારથી સોનીબજારમાં પણ લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી છે. તો બીજી બાજુ જૂનાગઢના માણાવદરના કોયલાણા ઘેડ ખાતે પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સુરતના માંગરોળ તાલુકા મથકે 12 સપ્ટેમ્બરથી 12 દિવસનું લોકડાઉન (lock down) જાહેર કરવામાં આવ્યું છે. માંગરોળના બજારો સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે પરંતુ આવશ્યક સેવા જેવી કે મેડિકલ અને દૂધની દુકાનો જ ખુલ્લી રહેશે. તથા તાલુકા મથકની મુખ્ય જુમ્મા મસ્જિદ પણ બંધ રાખવાનો મુસ્લિમ આગેવાનોએ નિર્ણય લીધો છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024