Tweet

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધીએ સંસદનું ચોમાસું સત્ર શરૂ થતાં પહેલા ફરી એકવાર મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. તેમજ આ વખતે સંસદના ચોમાસું સત્રમાં અનુમાન મુજબ વિપક્ષ મોદી સરકારને કોરોના અને ચીન સરહદ વિવાદ જેવા મુદ્દાઓ પર ઘેરવાની તૈયારીમાં છે.

તો ચોમાસું સત્ર પહેલા રાહુલ ગાંધીએ જે રીતે ટ્વિટ (Tweet) કર્યું છે ત્યારબાદથી સંસદમાં હોબાળો વધી ગયો છે. તેઓએ ટ્વિટરના માધ્યમથી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં લખ્યું કે, કોરોના સંક્રમણના આંકડા આ સપ્તાહે 50 લાખ અને એક્ટિવ કેસ 10 લાખને પાર થઈ જશે. તથા અનિયોજીત લૉકડાઉન એક વ્યક્તિના અહંકારનું પરિણામ છે. જેનાથી કોરોના દેશભરમાં ફેલાયો છે. તથા મોદી સરકારે કહ્યું કે આત્મનિર્ભર બનો એટલે કે પોતાનો જીવ જાતે બચાવો કારણ કે PM મોરની સાથે વ્યસ્ત છે.

આ વખતે ચોમાસું સત્ર 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલશે. જો કે, આ વખતે કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતાં ચોમાસું સત્ર માત્ર 18 દિવસનું જ હશે. તેમજ આ વખતે શનિવાર અને રવિવારે પણ ગૃહની કાર્યવાહી ચાલુ રહેશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024