Petrol Diesel prices
આજથી પેેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel prices)માં સરકારી ઓઇલ કંપનીઓએ ઘટાડો કર્યો હતો. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 81.72 રૂપિયા લિટર જ્યારે ડીઝલનો ભાવ 72.78 રૂપિયા થયો હતો.
દિલ્હમાં નવા દર મુજબ પેટ્રોલ રૂપિયા 81.71 અને ડીઝલ રૂપિયા 72.78ના ભાવે વેચાયા હતા. મુંબઇમાં પેટ્રોલનો ભાવ 81.99 રૂપિયા પ્રતિ લિટર રહેશે જ્યારે કોલકાતામાં પેટ્રોલનો ભાવ 83.23 રૂપિયા પ્રતિ લિટર રહેશે. ચેન્નાઇમાં 84.77 રૂપિયા પ્રતિ લિટર જ્યારે નોઇડામાં 82.08 પ્રતિ લિટર, રાંચીમાં 81.24 પ્રતિ લિટર અને લખનઉમાં 81.98 રૂપિયા પ્રતિ લિટર ભાવે પેટ્રોલ વેચાયો હતો.
આ પણ જુઓ : ભારત ECOSOC નું સભ્ય બન્યું, 2025 સુધી રહેશે સભ્ય
ડીઝલ મુંબઇમાં 79.27, કોલકાતામાં 76.28 અને ચેન્નાઇમાં 78.12 રૂપિયા લિટરના ભાવે વેચાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં બેરલ દીઠ ઘટાડો થઇ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ છેલ્લા ત્રણ સત્રથી ઘટી રહ્યા છે. આજે બેરલ દીઠ 40 ડોલરનો ભાવ રહ્યો હતો.
આ પણ જુઓ : BMCએ કંગના રનૌતને ફટકારી બીજી નોટિસ
સરકારી ઓઇલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગે ભાવ જાહેર કરે છે. આમ આ કંપનીઓ જ ઓઇલ અને ડીઝલના ભાવ કેટલા રાખવા તે નક્કી કરીને ડીલરોને માહિતી આપે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.