AMDAPARK
અમદાવાદ કોર્પોરેશન (AMC) દ્વારા AMDAPARK નામની એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. તેના દ્વારા ઘરેથી બહાર નિકળતા પહેલા જ તમારી ગાડીનું પાર્કિગ બુક કરાવી શકશો. ભારતમાં પહેલી વાર આ સ્માર્ટ એપ્લિકેશન દ્વારા અમદાવાદના 125 સ્થળો માટેની પાર્કિગની માહિતી મળશે.
જો કે, અત્યારે તો 10 સ્થળો પરની પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ટુંક સમયમાં 125 સ્થળોની માહિતી ઉપલબ્ધ બનશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ Show my parking કંપની સાથે કોન્ટ્રાકટ કરીને એપ્લિકેશન ચાલુ કરી છે. પાર્કિંગમાં બે કલાક માટે ફોર વહીલર ના 15 રૂપિયા અને ટુ વહીલર ના 5 રૂપિયા ભાવ રાખવામાં આવ્યો છે.
આ AMDAPARK એપ્લિકેશન દ્વારા શિવરંજની ક્રોસ રોડ અંડરબ્રિજ પાર્કિંગ, ઇન્કમ ટેક્સ ફ્લાઈ ઓવર બ્રિજ પાર્કિંગ , નારણપુરા AEC બ્રિજ પાર્કિંગ, હેલ્મેટ અંડરબ્રિજ, પાર્કિંગ , ગોતા સુંદરસિંહ ભંડારી અંડરબ્રિજ પાર્કીંગ, રાણીપ રેલવે ઓવરબ્રિજ પાર્કિંગ, સોલા નાનાજી દેશમુખ અંડરબ્રિજ પાર્કિંગ, સોનીની ચાલી ક્રોસ રોડ અંડરબ્રિજ પાર્કીંગ , જશોદાનગર ક્રોસ રોડ બ્રિજ પાર્કિંગ, હાટકેશ્વર બ્રિજ પાર્કીંગ, ઠક્કરબાપા બ્રિજ પાર્કીંગમાં પાર્કિંગ બૂક કરાવી શકાશે.
AMDAPARK એપ્લિકેશનમાં પાર્કિંગ બુક કરવાની પ્રક્રિયા:
- AMDAPARK એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો map ખુલશે. જેમાં નીચે તારીખ ટાઈમ,વ્હિકલ અને પાર્કીંગ ના ઓપશન બતાવશે.
- તારીખ ટાઈમના ઓપશનમાં ક્લિક કરશો એટલે તમારે કઈ તરીકે કેટલા વાગ્યે પાર્કીંગ કરવું છે તે સિલેક્ટ કરવાનું રહેશે
- પાર્કિંગ ના ઓપસન પર ક્લિક કરશો એટલે ક્યા વિસ્તાર ના પાર્કિંગમાં તમે વાહન પાર્ક કરવાના છો તેનું ઓપશન બતાવશે.
- તેના પર ક્લિક કરશો એટલે જે તારીખ, ટાઈમ,વાહનના પ્રકાર, અને પાર્કિંગની માહિતી તેમજ બારકોડ આવી જશે.
- અંતે તમને એક રિસીપ્ટ મળશે જેમાં તમારૂંં એડવાન્સ પાર્કિંગ બૂક થઈ ગયું હોવાની તમને જાણકારી આપવામાં આવશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.