Human Capital Index
વર્લ્ડ બેંક હ્યુમન કેપિટલ ઇંડેક્સ (Human Capital Index)માં 174 દેશોમાં ભારતનો 116મો રેન્ક આવ્યો છે. 2018ની સરખામણીમાં ભારતના સ્કોરમાં થોડી વૃદ્ધિ જોવા મળી છે. વર્લ્ડ બેંકે હ્યૂમન કેપિટલ ઇંડેક્સ મુજબ ભારતનો સ્કોર 2018માં 0.44 હતો જે હવે 0.49 છે.
વિશ્વ બેંકે 2020 હ્યૂમન કેપિટલ ઇંડેક્સમાં 174 દેશની શિક્ષા અને આરોગ્યનો ડેટા લીધો છે. આ ડેટા લેવામાં આવેલ 174 દેશની કુલ 98 ટકા વસ્તી છે. આ હ્યૂમન કેપિટલ ઇંડેક્સમાં કોરોના પહેલા (માર્ચ 2020 સુધી) બાળકોને આપવામાં આવતી શિક્ષા અને આરોગ્યની સુવિધા પર મહત્વ આપવામાં આવ્યું છે.
આ પણ જુઓ : Corona vaccine : રશિયા ભારતીય કંપનીને કોરોના રસીના 10 કરોડ ડોઝ વેચશે
આ પહેલા 2019માં વર્લ્ડ બેંક તરફથી જાહેર કરાયેલા રિપોર્ટમાં ભારતનો 157 દેશોમાં 115મો રેન્ક હતો. ત્યાર બાદ કેન્દ્ર સરકારે વર્લ્ડ બેંકના ઇંડેકસ પર સવાલ ઉઠાવ્યા હતા. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે વર્લ્ડ બેંકે દેશમાં ગરીબોને સંકટમાંથી બહાર નીકાળવાની નીતિની અવગણના કરી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.