Fighter jets

Fighter jets

ચીનને બધા દેશો સાથે તણાવ ચાલી રહ્યા છે અને તે પોતાની મનમાની કરી રહ્યું છે. ત્યારબાદ હવે ચીને તાઇવાનમાં પોતાના લડાયક વિમાનો (Fighter jets) મોકલ્યા હતા. એટલું જ નહિ ચીને તાઇવાનને ટેકો આપી રહેલા અમેરિકાને ગંભીર પરિણામોની ધમકી પણ આપી હતી. પોતાની ધમકીના અનુસંધાનમાં તાઇવાન ખાડી વિસ્તારમાં ચીન યુદ્ધ વિષયક કવાયત યોજી રહ્યું હતું.

ડેઇલી મેલના એક અહેવાલ મુજબ એક અમેરિકી રાજદૂત કીથ ક્રેચ હાલ તાઇવાનમાં છે એવા સમયે ચીને તાઇવાનની આસમાની હદમાં પોતાના લડાકુ વિમાનો મોકલીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. ચીન છેલ્લા થોડા સમયથી સતત તાઇવાનની હવાઇ અને જળ સીમામાં ઘુસણ ખોરી કરી રહ્યું હતું. તાઇવાને આ મુદ્દે આંતરરાષ્ટ્રીય ફોરમમાં ફરિયાદ પણ કરી હતી.

આ પણ જુઓ : સુશાંત સિંહ રાજપૂતના એક ચાહકે સુશાંતનું વેક્સ સ્ટેચ્યુ બનાવ્યું

આયલેન્ડ્સના સંરક્ષણ ખાતાએ કહ્યું હતું કે ચાઇના ઇસ્ટર્ન થિયેટર કમાન્ડના 16 ફાઇટર જેટ અને બે બોમ્બર વિમાનો તાઇવાનની હદમાં શુક્રવારે દેખાયાં હતાં. તાઇવાનના લશ્કરી વિમાનોએ આ વિમાનોને પોતાની હદમાંથી બહાર જવાની ફરજ પાડી હતી અને જરા પર ગભરાયા વિના છેક પોતાની સરહદ સુધી આ વિમાનોનો પીછો કર્યો હતો.

આ પણ જુઓ : NIA ના દરોડા, અલકાયદાના 9 આતંકીઓની કરી ધરપકડ

બુધવારે પણ ચીને પોતાના અન્ય એક પાડોશી રાષ્ટ્રની હદમાં પોતાના એન્ટી સબમરીન વિમાનો મોકલ્યા હતાં. તાઇવાનના હવાઇ દળે તરત ચીની વિમાનોને આકરા શબ્દોમાં ચેતવણી આપી હતી. ચીની વિમાનો તત્કાળ પાછાં ફરી ગયાં હતાં.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024