Child trafficking
અમદાવાદ સીઆઇડી ક્રાઇમે બિહારથી ગુજરાત ચાઇલ્ડ ટ્રાફિકિંગ (Child trafficking)ના નેટવર્ક નો પર્દાફાશ કર્યો છે. CIDએ બિહારથી બાળમજૂરી માટે લવાયેલા 32 બાળકોને કબજે લીધા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર સીઆઇડી ક્રાઇમ અને વિવિધ NGOએ સાથે મળીને ઓપરેશનને સફળ બનાવ્યું છે.
મળતી માહિતી મુજબ, કેટલાક બાળકોને બાળ મજૂરી માટે બિહારથી નિઝામાબાદ એક્સપ્રેસ ટ્રેન મારફતે રૂપિયા લઇને ગુજરાત મોકલવામાં આવી રહ્યાં છે. જેઓ રાતની ટ્રેનમાં અમદાવાદ પહોંચવાના હતા. સીઆઇડી ક્રાઇમે અને વિવિધ NGOએ સાથે મળીને કાલુપર રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. ત્યારબાદ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મોડી રાત્રે નિઝામાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં બાળકો અમદાવાદ પહોંચતા જ 15થી 17 વર્ષના 32 બાળકોને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ પણ જુઓ : કંગનાએ તુટેલી ઓફિસના ફોટા શેર કરી કહ્યુ આ મારા સપનાઓનો બળાત્કાર છે
બાળકોને હાલ કાલુપુર પોલિસ સ્ટેશને લઇ જવાયા છે. આર્થિક તંગી સર્જાતા દલાલ પાસેથી પૈસા લઇને પરિવારના સભ્યો તેમના બાળકોને મોકલે છે. સીઆઇડી ક્રાઇમે ચાઇલ્ડ ટ્રાફિકિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.