Coolie No 1
લેટેસ્ટ અપડેટ અનુસાર સારા અલી ખાન અને વરુ ધવનની આવનારી ફિલ્મ કુલી નંબર વન (Coolie No 1) ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. કુલી નંબર વન ફિલ્મને દિવાળી પર ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર આગ લાગી ગઇ હતી જેના કારણે અઢી કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
આ પણ જુઓ : પ્રાઈવેટ ટ્રેનો શરુ કરનાર કંપનીઓને ભાડું નક્કી કરવાની છુટ અપાશે
મળેલી માહિતી મુજબ, ફિલ્મનું પ્રીમિયર 13 નવેમ્બરના એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. પહેલી વખત પડદા પર સારા અલી ખાન અને વરુણ ધવનની જોડી જોવા મળશે. આ ફિલ્મ ડેવિડ ધવનના ડાયરેકશનમાં બનેલી ફિલ્મની રીમેક છે. આ ફિલ્મને વાસુ ભગનાની, જેકી ભગનાની અને દીપશિખા દેશમુખ પ્રોડયુસ કરી રહ્યા છે.
1995 માં આવેલી કુલી નં 1 માં ગોવિંદા અને કરિશ્મા કપૂર લીડ રોલમાં હતા. પરેશ રાવલે ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે આ ફિલ્મની રિમેકમાં પણ જોવા મળવાના છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.