fake mark sheets
સુરત શહેરમાંથી ધો.૧૦ની નકલી માર્કશીટ (fake mark sheets) બનાવવાનું કૌભાંડનો ઝડપાયું છે. આ મામલે પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે આ યુવકને ઝડપી પાડવા એક જાળ રચી હતી.
પોલીસે ધો-10ની માર્કશીટ લેવા માટે ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો. જો કે, આરોપી કમલેશ રાણાએ આ ડમી ગ્રાહકને ધો-10ની માર્કશીટ (fake mark sheets) લેવા માટે શનિવારે બપોરે એસએમસી ટેનામેન્ટ માનદરવાજા ચામુંડા ઝેરોક્ષ ખાતે બોલાવ્યો હતો. પરંતુ પોલીસે પહોચી જઈને આ યુવકને રંગેહાથે ઝડપી પાડ્યો હતો.
- આ પણ વાંચો: DC vs KXIP: આજે દિલ્હી અને પંજાબ વચ્ચે જામશે મહાસંગ્રામ
- સૂર્યદેવને પ્રસન્ન કરવા કરો આ સરળ ઉપાય,ચમકી જશે તમારી કિસ્મત
આ યુવક નકલી માર્કશીટ, લાયસન્સ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ઈલેકશન કાર્ડ, પાનકાર્ડ અને સંસ્થાના નોંધણી પ્રમાણપત્ર ડુપ્લીકેટ બનાવી આપતો હતો અને આ માટે તે લોકો પાસેથી મોટી એવી રકમ પડાવતો હતો.
- આ પણ વાંચો : Chennai Super Kings એ મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું…
- HNGU ખાતેથી ઉત્તર ગુજરાત ઝોનના કોવિડ વિજય રથનું પ્રસ્થાન
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.