DC vs KXIP

શનિવારે યુએઈમાં IPL 2020 ટુર્નામેન્ટની પહેલી મેચ ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે થઈ હતી. જેમાં CSK એ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને 5 વિકેટથી હરાવીને ટુર્નામેન્ટની વિજયી શરૂઆત કરી.

તો આજે રવિવારે IPL ની બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ (DC vs KXIP) વચ્ચે થશે. તો તમને જણાવી દઈએ કે, આ બંને ટીમોએ (DC vs KXIP) અત્યાર સુધી ટુર્નામેન્ટમાં એક પણ વાર ખિતાબ જીત્યો નથી. તો હવે ખિતાબ જીતવા માટે બંને ટીમ (DC vs KXIP) ટુર્નામેન્ટની શરૂઆતથી જ શાનદાર પ્રદર્શન કરવા માટે પૂરજોશથી મેદાન પર ઉતરશે.

આ વખતે દિલ્હીએ શ્રેયસ અય્યરની કેપ્ટન્સી હેઠળ શાનદાર બેટિંગ લાઇન અપ તૈયાર કરી છે. ત્યારે બીજી તરફ પંજાબે પણ ટીમમાં મોટા ફેરફાર કર્યા છે. મળતી માહિતી મુજબ, અનિલ કુંબલેને પંજાબ ટીમના હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હી સામે છેલ્લા પાંચ મુકબલામાં પંજાબ 4 મેચ જીત્યું છે. પરંતુ છેલ્લા 2 મેચોમાં દિલ્હીનું પલડું ભારે રહ્યું હતું.

પૃથ્વી શો અને શિખર ધવન દિલ્હી માટે ઓપનિંગ કરે એવી મજબૂત સંભાવના છે. જ્યારે બીજી તરફ પંજાબ માટે લોકેશ રાહુલ (કેપ્ટન) અને મયંક અગ્રવાલ ઓપનિંગ કરી શકે છે. બંને ટીમો પાસે બેટિંગ અને બોલિંગ લાઇન અપ સારી છે.

પંજાબમાં ક્રિસ ગેલ, મોહમ્મદ શમી, સરફરાઝ ખાન જેવા ધાકડ ખેલાડી છે. જ્યારે દિલ્હી પાસે પણ રવિચંદ્રન અશ્વિન, પૃથ્વી શો, રબાડા, રિષભ પંત, શિખર ધવન જેવા શાનદાર ખેલાડી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024