Honeytrap
અમદાવાદ શહેરના હનીટ્રેપ (Honeytrap) કેસમા સેટેલાઇટ પોલીસે તાજેતરમાં જ બે આરોપીઓને ઝડપ્યા હતા. તો અમદાવાદ SOG એ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. જો કે, આ પકડાયેલા આરોપી આશિક હુસેન દેસાઈ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો. છેલ્લા ઘણા સમયથી પ્રોહીબિશનના ત્રણેક ગુનામાં વોન્ટેડ આશીકહુસેન પોલીસને માત આપી નાસતો ફરતો હતો. પરંતુ આખરે તે પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે.
અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સનાતન સર્કલ નજીકથી આરોપીને ચોક્કસ હકીકત આધારે ઝડપી લીધો હતો. તો આ આરોપી માત્ર પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે એવું નથી અગાઉ પણ મારામારી, લૂંટ અપહરણ, ખંડણી, ક્રિકેટ સટ્ટો અને હનીટ્રેપ કેસમાં પકડાઈ ચૂક્યો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આશિકને સેટેલાઇટના હનીટ્રેપ (Honeytrap) કેસમાં આંગડિયામાં રૂપિયા હવાલેથી મંગાવવાના ત્રણ લાખ રૂપિયા મળવાના હતા. જો કે, આશિક પોતાની અલગ જ મોડસ ઓપરેન્ડીથી ગુનાઓને અંજામ આપવા માટે ક્રિમિનલ ટોળકીઓ સંપર્કમાં રહેતો હતો.
અત્યારે તો અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી આરોપીને ધોલેરા પોલીસના હવાલે કર્યો છે. બાદમાં સેટેલાઈટ હનીટ્રેપ (Honeytrap) કેસમાં પણ તેની પૂછપરછ થતા નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.