operation
દાહોદના રળિયાતીમાં આવેલી અર્બન હોસ્પીટલ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ગરીબો માટે આશીર્વાદ સમાન ગણાય છે. આ દવાખાનામાં પાડોશી રાજ્યોના ગરીબો સઘન સારવાર માટે આવતા હોય છે. તથા તેમને સારા પરિણામો મળી રહ્યા છે.
ઝાબુઆ જિલ્લાના નાઢ ગામની ૧૪ વર્ષીય કિશોરીને એક વર્ષથી પેટમાં દુખાવો થતો હતો. જેથી દાહોદના અર્બન હોસ્પીટલમાં તપાસ કરાવવા માટે આવ્યા હતા. તો હોસ્પીટલના સર્જન ડો.વિશાલ પરમારને જાણ કરતાં તેમણે સઘન તપાસ કરતાં તેના પેટમાં ગાંઠ હોવાનુ જણાયુ હતુ.
તેથી આ કિશોરીના પેટમાંથી મોટી ગાંઠ હોવાનુ જણાતાં તેના સંબંધીઓ સાથે વાત કરતા તેઓ સંમત થતાં તા.૨૨ સપ્ટેમ્બરના રોજ સગીરાનુ ઓપરેશન (operation) કરીને ૨૦.૩૮ કિલોની ગાંઠ કાઢવામાં સફળતા મળી હતી.
તો એક વર્ષથી પીડાતી સગીરાને ઓપરેશન (operation) થી નવજીવન મળ્યું. ૨૫ કિલોની સગીરાનું વજન ૪૬ કિલો થઇ ગયું હતું તેમજ દાહોદના અર્બન હોસ્પીટલમાં મધ્ય પ્રદેશની એક સગીરાને પેટમાં ૨૦ કિલોની ગાંઠ કાઢીને તબીબોએ તેને નવજીવન બક્ષ્યુ છે.
૨૫-૨૬ કિલોનું વજન ધરાવતી સગીરાનુ વજન ૪૬ કિલો માત્ર ગાંઠને કારણે થઇ ગયુ હતુ. જો કે, હવે ગાંઠ કાઢતાં સગીરાની તબિયત હાલ સ્થિર છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.