Rajasthan
રાજસ્થાન (Rajasthan)માં શિક્ષકોની ભરતીના મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે. જેમાં આંદોલન કરી રહેલા લોકોએ નેશનલ હાઇવે નંબર આઠ બંધ કરી દઇને ચક્કા જામ કર્યા હતા અને કેટલાંક વાહન સળગાવી દીધા હતાં. પોલીસ તેમને રોકવા જતા પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો હતો. 2018થી આ લોકો એવી માગણી કરી રહ્યા હતા કે બિનઅનામત શિક્ષકોના ખાલી પડેલા સ્થાનો પર અનામત ઉમેદવારોની ભરતી કરો.
ત્રીજા વર્ગના શિક્ષકો માટે બિનઅનામત સ્થાનો ખાલી પડ્યાં હતાં. એના પર અનામત ધરાવતા આદિવાસીઓ અને અન્ય જનજાતિના ઉમેદવારોની ભરતી કરવાની માગણી સાથે આ આંદોલન છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યું હતું. આ મુદ્દે રાજ્ય સરકારે કોઇ નિર્ણય ન લેતા આંદોલનકારીઓ રોષે ભરાયા હતા. પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસનાં વાહનોને પણ ભારે નુકસાન થયું હતું.
આ પણ જુઓ : કૃષિ બિલોના વિરોધમાં આજે ખેડૂતો રસ્તા પર ઉતરશે
ડુંગરપુર વિસ્તારમાં છેલ્લા અઢાર દિવસથી આદિવાસીઓ અને અન્ય પદદલિતો હાઇવે પર અડ્ડો જમાવીને બેઠાં હતાં. હાઇવેનો વાહનવ્યવહાર અટકી જતાં પોલીસે પગલાં લેવાં પડ્યાં હતાં. તેમણે કરેલા પથ્થરમારામાં એડિશનલ પોલીસ કમિશનર સહિત સંખ્યાબંધ પોલીસને ઇજા થઇ હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.