Nepal
મંગળવારથી આખા નેપાળમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો હતો. પશ્ચિમ અને પૂર્વિય નેપાળ (Nepal)માં ભારે વરસાદના કારણે અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલન થયા છે. અધિકારીઓએ આજે કહ્યું હતું આ ભૂસ્ખલન થતાં 12 લોકો માર્યા ગયા હતા. ઉપરાંત 9 જણા લાપતા થઇ ગયા હતા.
આ પણ જુઓ : કૃષિ બિલોના વિરોધમાં આજે ખેડૂતો રસ્તા પર ઉતરશે
ભારે વરસાદને કારણે પર્વતિય વિસ્તારોમાં અનેક જગ્યાએ ભેખડો ધસી પડી હતી અને રસ્તાઓ જામ થઇ ગયા હતા. હવામાન ખાતે કહ્યું હતું કે હજુ શનિવાર સુધી ભારે વરસાદ પડવાની શક્યા છે.
આ પણ જુઓ : રાજસ્થાનમાં શિક્ષકોની ભરતીના મુદ્દે આંદોલનકારી રોષે ભરાયા
વેઇલિંગ વિસ્તારમાં એક ઘર પાણીમાં તણાઇ જતાં 3 બાળકો સહિત 9 જણા માર્યા ગયા હતા અને 4 અન્ય લાપતા બન્યા હતા. આવી જ એક ઘટના પશ્ચિમ નેપાળમાં બની હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.