Ration card
રાશન કાર્ડ (Ration card) ને હવે આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જો તમે નક્કી સમયમાં રાશન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવી શકતા તો તમને હવે 30 સપ્ટેમ્બર સુધી જ પીડીએસથી અનાજ મળશે. ઉપરાંત કેન્દ્રીય ઉપભોક્તા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયે દરેક રાજ્યોને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ વાસ્તવિક લાભાર્થીને આધાર નંબર ન હોવાના કારણે તેનો અનાજનો કોટા આપવાની મનાઈ કરી શકાશે નહીં. તેમજ તેમનું નામ પણ રાશન કાર્ડમાંથી હટાવી શકાશે નહીં.
આધાર લિંક કરવા આધાર લિંકિંગની વેબસાઈટ પર જઈને સ્ટાર્ટ નાઉ પર ક્લિક કરવું. આ પછી માંગેલ માહિતી ભરો. બેનિફિટ ટાઈપમાં રાશન કાર્ડનો વિકલ્પ પસંદ કરો. અહીં રાશન કાર્ડમાં આપવામાં આવેલી સ્કીમ પસંદ કરો. ઓટીપી વેરિફિકેશન બાદ તમારું રાશન કાર્ડ આધાર સાથે લિંક થઈ જશે.
આ પણ જુઓ : દિલ્હીમાં કૃષિ બિલના વિરોધમાં ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટર ભડકે બાળ્યું
ઓફલાઈન માટે તમે તમારા નજીકના પીડીએસ સેન્ટર પર જાઓ. પરિવારના દરેક સભ્યોના આધારકાર્ડનો ફોટો, ઘરના મુખ્ય સભ્યનો પાસપોર્ટ સાઈઝ ફોટો અને રાશન કાર્ડ પીડીએસ સેન્ટર પર જમા કરો. તમારા ડોક્યુમેન્ટ સ્વીકાર થયા બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તમને એક મેસેજ મળશે. આધાર કાર્ડ અને રાશન કાર્ડ લિંક થયા પછી પણ તમને મોબાઈલ નંબર પર માહિતી અપાશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.