દિલ્હીમાં કૃષિ બિલના વિરોધમાં ઈન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટર ભડકે બાળ્યું

પોસ્ટ કેવી લાગી?

Agriculture bill

કૃષિ બિલોને લઇ ખેડૂતો દિલ્હી (Delhi) માં પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત બિલ (Agriculture bill) ના વિરોધમાં પંજાબ યુથ કોંગ્રેસના કાર્યકરો સવારે ઈન્ડિયા ગેટ નજીક રાજપથ પર પહોંચ્યા અને એક ટ્રેક્ટરને સળગાવ્યું હતું. તમામ લોકો હાથમાં ભગત સિંહના પોસ્ટર લઈને આવ્યા હતાં. કાર્યકરોએ કેન્દ્ર સરકારના વિરોધમાં નારેબાજી કરી. પ્રદર્શનકારીઓ એક ટ્રકમાં ટ્રેક્ટર લઈને આવ્યા અને ઈન્ડિયા ગેટ નજીક તેમા આગચંપી કરી. 

પોલીસનું કહેવું છે કે જે લોકોએ આગ લગાવી છે તેમની ઓળખ થઈ રહી છે. ફાયરના અધિકારીઓના જણાવ્યા મુજબ સવારે સાત વાગ્યાને 42 મિનિટ પર ઘટનાની જાણકારી મળી અને ફાયરની બે ગાડીઓને તરત ઘટનાસ્થળે મોકલવામાં આવી.

આ પણ જુઓ : આ રાજ્યમાં ખુલ્લી બીડી અને સિગારેટ વેચવા પર પ્રતિબંધ મુકાયો

પોલીસ અધિકારી ઈશ સિંઘલે કહ્યું કે લગભગ 15-20 લોકો સવારે સવા સાતથી સાડા સાતની વચ્ચે ભેગા થયા અને તેમણે ટ્રેક્ટરમાં આગ લગાવવાની કોશિશ કરી. આગ ઓલવી દેવાઈ છે અને ટ્રેક્ટર ત્યાંથી હટાવી લેવામાં આવ્યું. આ મામલે કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures