gang rape
ઉત્ત્તર પ્રદેશના હાથરસ ગેંગરેપ (gang rape) ની આ ઘટના લગભગ 15 દિવસ પહેલા બની હતી. તો હાથરસ ગેંગરેપની પીડિતા અંતે જિંદગીની જંગ હારી ગઈ છે. 19 વર્ષની યુવતી સાથે ચાર હેવાનોએ ગેંગરેપ કરીને તેની જીભ પણ કાપી દીધી હતી.
આ બાદ ગંભીર રીતે ઘાયલ થયેલ પીડિતાને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ તેની હાલત વધુ ગંભીર થતા તેને દિલ્હી AIIMS રેફર કરી દેવામાં આવી હતી.
સૂત્રોએ મુજબ, પીડિતાએ મંગળવાર સવારે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. તથા આ પહેલા આરોપીઓએ યુવતીનું ગળું દબાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ દરમિયાન પીડિતાએ પોતાને બચાવવા માટે તમામ પ્રયાસ કર્યા હતા. આરોપીઓએ તેની જીભ પણ કાપી દીધી હતી.
Hathras gang-rape victim was admitted at Safdarjung hospital for better healthcare facilities. She died today morning. More details are awaited: Safdarjung hospital official https://t.co/B67W9ceOlA
— ANI (@ANI) September 29, 2020
દિલ્હી એઇમ્સ રેફર કરતાં પહેલા JNMCના સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર હૈરિસ મંજૂર ખાને જણાવ્યું હતું કે, ગેંગરેપ (gang rape) પીડિતા વેન્ટિલેટર પર છે. તથા પીડિતાના બંને પગ લકવાગ્રસ્ત થઈ ગયા હતા. આ ઉપરાંત તેનો એક હાથ પણ આંશિક રીતે પેરેલાઇઝ્ડ થઈ ગયો હતો.
પીડિતાની આવી ગંભીર સ્થિતિને જોતાં તેના પરજનોએ સારી સારવાર માટે દિલ્હીમાં દેખાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.ત્યાર પછી ગેંગરેપ પીડિતાને એઇમ્સ રેફર કરવામાં આવી હતી. જોકે તેને બચાવી શકાઈ નહીં.
હાથરસ પોલીસ સ્ટેશનની હદના એક ગામમાં પોતાની માતાની સાથે ખેતરમાં ચારો લેવા ગયેલી યુવતીની સાથે ગામના જ યુવાનોએ પહેલા તો gang rape આચર્યું. ત્યારબાદ યુવતીને મારી નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવતીએ બૂમાબૂમ કરતાં ગામ લોકોને ત્યાં આવતા જોઈ યુવાનો ત્યાંથી ફરાર થઈ ગયા. ત્યારબાદ પીડિત યુવતીના પરિજનોએ પોલીસને જાણ કરી.
જો કે, સૂચના મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ગંભીર રીતે ઘાયલ યુવતીને અલીગઢની મેડિકલ કોલેજમાં દાખલ કરાવી હતી. તેમજ આ પહેલા હાથરસના પોલીસ અધિક્ષક વિક્રાંત વીર એ જણાવ્યું હતું કે, 14 સપ્ટેમ્બરે થયેલા આ સામૂહિક દુષ્કર્મ કેસમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.