સુરેશ રૈનાએ ચેન્નઈ સુપરકિંગ્સને ટ્વિટર પર કર્યું અનફોલો

Suresh Raina

આ વખતે IPL 2020 માં ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina) નથી રમી રહ્યો. રૈનાએ CSK ને માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર અનફોલો કરી દીધું છે. મળતી માહિતી મુજબ, રૈનાએ શનિવારથી CSK ને ફોલો કરવાનું બંધ કરી દીધું છે.

નોંધનીય છે કે, આ વખતે આઈપીએલ શરૂ થવાના ઠીક પહેલા અંગત કારણોથી સુરેશ રૈના (Suresh Raina) ભારત પરત ફર્યો હતો. પરંતુ ત્યાર બાદમાં ચૈન્નઈ સુપરકિંગ્સના માલિક એન. શ્રીનિવાસને રૈનાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ CSK ના ફેન્સ ચેન્નઈ સુપરકિંગ્સની હાર બાદ હંમેશા રૈનાને ટીમમાં પરત લાવવાની માંગ કરતા રહે છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે સુરેશ રૈના અને ચેન્નઈ સુપરકિંગ્સના રસ્તા અલગ-અલગ થઈ ગયા છે.

ચૈન્નઈની શુક્રવારે સતત બીજી હાર બાદ સોશિયલ મીડિયા પર પ્રશંસકો રૈનાની વાપસીની માંગ કરી રહ્યા હતા. ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે પણ રવિવારે દિલ્હી કેપિટલ્સની વિરુદ્ધ હાર બાદ કહ્યું હતું કે રૈના અને રાયડૂ ન હોવાના કારણે ટીમ વિખેરાઈ ગઈ છે.

તો આ અંગે CSK ના સીઇઓ કાસી વિશ્વનાથને જણાવ્યું કે, રૈનાની વાપસી મુશ્કેલ લાગી રહી છે. તેઓએ કહ્યું કે, જુઓ હાલમાં અમે રૈનાને પરત લાવવાનો વિચાર નથી કરી શકતા. તે જાતે ભારત પરત ગયા હતા. અમે લોકો તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ. ક્રિકેટમાં હાર અને જીત થતી રહેતી હોય છે. અમે લોકો જરૂર વાપસી કરીશું.

સુરેશ રૈના (Suresh Raina) એ શનિવારે એક ટ્વિટ કર્યું જેમાં તે વૈષ્ણોદેવીમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોગી રૈના સતત કાશ્મીરમાં ટ્રેનિંગ કરતાં જોવા મળી રહ્યા છે.

સુરેશ રૈના (Suresh Raina) આઈપીએલ છોડીને ભારત પરત આવવાના કારણે ટીમના માલિક એન. શ્રીનિવાસ તેનાથી ખૂબ નારાજ છે. તેઓએ થોડા દિવસો પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે રૈના હોટલના રૂમને લઈને નારાજ થઈને ભારત પરત આવી ગયો. તેની સાથે જ શ્રીનિવાસને એવું પણ કહ્યું હતું કે સફળતા તેમના માથા પર ચઢી ગઈ છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

PTN News

Related Posts

T20 વર્લ્ડ કપમાં સુપર-8ની અંતિમ ટીમ પણ થઈ ગઈ નક્કી

ગૌતમ ગંભીર બની શકે છે ટીમ ઈન્ડિયાના નવા કોચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા AMC ઘરે-ઘરે કાપડની 2-2 થેલીઓ ફ્રી આપશે

શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા AMC ઘરે-ઘરે કાપડની 2-2 થેલીઓ ફ્રી આપશે

યુસુફ પઠાણ તૃણમૂલના સાંસદ બનતા જ ભાજપને પડ્યો વાંધો

યુસુફ પઠાણ તૃણમૂલના સાંસદ બનતા જ ભાજપને પડ્યો વાંધો

#WATCH | જુઓ સિક્કિમમાં કુદરતી કહેરનો નજારો

#WATCH | જુઓ સિક્કિમમાં કુદરતી કહેરનો નજારો

જલપાઈગુડી ટ્રેન અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા મળશે- રેલ્વે મંત્રી

જલપાઈગુડી ટ્રેન અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા મળશે- રેલ્વે મંત્રી

રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે, રાયબરેલીથી સાંસદ રહેશે

દિલ્હીની ગરમીએ યુવાઓમાં વધારી કિડની સ્ટોનની સમસ્યા

iOS 18ના ટોપ ફીચર્સ સ્કિન કેર ટિપ્સ પશ્ચિમ બંગાળમાં મોટી રેલ દુર્ઘટના કોણ બન્યો દુનિયાનો સૌથી વધુ અમીર Rashifal 17-06-2024