પાટણ – PATAN

પાટણ શહેર ઐતિહાસીક નગરીની સાથે ડોકટરી નગરી તરીકે પણ ઓળખાય છે. ત્યારે પાટણ શહેરમાં રાજસ્થાન સહીત કચ્છ અને બનાસકાંઠાના દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે.

બનાસકાંઠાના દિયોદર ગામના એક બહેનને પેટમાં દુ:ખાવો થતાં તેઓ પુછતાં પુછતાં કોહિનુર સિનેમા પાસે આવી પહોચ્યાં હતા. ત્યા તેઓને સામાજીક કાર્યકર ગોપાળ ભરવાડ સાથે ભેટાળો થયો હતો.

તેઓને એક ખ્યાતનામ ગાયનેકનું નામ પુંછતા તેઓએ પોતાના મિત્રને તેઓની સાથે મોકલ્યા હતા. ત્યારે આ ખ્યાતનામ ગાયનેકની એક મહીલા કર્મીએ પેટમાં દુ:ખાવો થતો હોય તો, તેની સારવાર માટે આવતી કાલે આવવાનું જણાવ્યું હતું.

ત્યારે આ મહીલા કર્મીની કામગીરી અંગે સામાજીક કાર્યકર ગોપાળ ભરવાડને શંકા જતાં બીજા દિવસે તેઓ દર્દીની પાછળ પાછળ ગાડી લઈને ગયા હતા. ત્યારે આ મહીલા કર્મી દર્દીને વડનગરની ભાવના હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી.

ત્યારે તેઓ પણ ત્યાં આવી પહોંચતાં ડોકટર અને સામાજીક કાર્યકર વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાજીક કાર્યકરે આ અંગેની જાણ આરોગ્ય અધિકારીને કરતાં, આરોગ્ય અધિકારી દવારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

મહેસાણા જીલ્લાના વડનગર શહેરમાં આવેલી ભાવના હોસ્પિટલ અને સોનોગ્રાફી કલિનીક ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ની ટીમ પહોંચી હતી. જેમાં બનાસકાંઠા જીલ્લા ના એક દર્દીના રેકોર્ડિંગ સંદર્ભે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં ડોકટર પ્રદિપ ઓઝાની ભાવના હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન લગતનું રેકોર્ડ નિભાવવામાં નિષ્ફળ હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવ્યું હતું.

રેકર્ડ નિભાવવા સહીતની અનેક જોગવાઈઓના ભંગ બદલ મશીન આરોગ્ય ની ટીમ દવારા શિલ કરવામાં આવ્યું હતું. આ સાથે નોટીસ આધારે ખુલાસો પુછવાની ગતીવીધી પણ શરુ કરવામાં આવી છે.

આમ વડાપ્રધાનના વતન વડનગરમાં સોનોગ્રાફી મશીન ને લગતી ખાનગી ભાવના હોસ્પિટલમાં મોટી કાર્યવાહી થતાં આરોગ્ય આલમમાં ચકચાર મચી જવા પામ્યો હતો. તો આ કેશને લઈ પાટણ ના અનાવાડાના મુખ્ય સાહેદ ગોપાળ ભરવાડનું નિવેદન લેવા મહેસાણાના જીલ્લા આરોગ્ય અધિકારી ટી.કે.સોની પાટણ ખાતે આવી તેઓનું નિવેદન લીધું હતું. ત્યારે આરોગ્ય અધિકારી ટી.કે.સોનીએ ભાવના હોસ્પિટલની સોનોગ્રાફીનું મશીન શિલ કરી સાહેદોના નિવેદનો લઈ આગળની તજવીજ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024