Blood Donation Camp – પાટણ
પાટણ, ચાણસ્મા, સમી, રાધનપુર અને સિદ્ધપુર તાલુકા મથકોએ શિક્ષકો, સી.આર.સી. અને બી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ સહિતના રક્તદાતાઓએ કર્યું મહાદાન
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શૈક્ષણિક સંકલન સમિતિ તથા રૉટરી ક્લબ ઑફ પાટણના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના વિવિધ પાંચ તાલુકામથક ખાતે મૅગા બ્લડ ડૉનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં ૭૧૫ યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું.
કોરોના વાયરસ મહામારી સમયે જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્ત મળી રહે તેવા ઉદ્દેશથી શિક્ષણ વિભાગ દ્વારા પાટણ, ચાણસ્મા, સમી, રાધનપુર અને સિદ્ધપુર એમ કુલ પાંચ તાલુકા મથકોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શિક્ષકો, કેળવણી નિરિક્ષકો, સી.આર.સી. અને બી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ તથા શિક્ષણ વિભાગના તાલુકા અને જિલ્લા કક્ષાના કર્મચારી-અધિકારીશ્રીઓએ બહોળા પ્રમાણમાં રક્તદાન કરતાં રૉટરી ક્લબ ઑફ પાટણ, એસ.કે.બ્લડ બેંક તથા સિદ્ધપુર, અમદાવાદ, મહેસાણા, વિસનગર જેવા શહેરની બ્લડ બેંક દ્વારા ૭૧૫ યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું.
પાટણ શહેરની શાંતિનિકેતન હાઈસ્કુલ ખાતે યોજાયેલા બ્લડ ડૉનેશન કેમ્પમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ.પી.ઝાલા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એ.ચૌધરી દ્વારા રક્તદાતાઓને ભેટ તથા પ્રમાણપત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
સાથે જ મોટા પ્રમાણમાં રક્તદાન કરવા બદલ રક્તદાતાઓ, વિવિધ સંકલન સમિતિના કન્વિનરશ્રીઓ, શિક્ષણાધિકારીશ્રીની કચેરીના કર્મચારીશ્રીઓ તથા સમગ્ર શિક્ષણ આલમને બિરદાવી આ ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.